૨૭. જય જ્યોતિની વાર્તા
'હે રાજા ભોજ સાંભળ, મારુ નામ જય જ્યોતિ છે હું તને રાજા વિક્રમની એક કથા સંભળાવું છું.
વિક્રમની પ્રશંસા કરવા માટે દુર દુરથી ભાટ, ચારણ આવતા. બધા એની પ્રશંસા કરતા અને રાજાને ઈંદ્ર સમાન ગણાવતા.
એક દિવસ વિક્રમને વિચાર આવ્યો કે આખરે ઈન્દ્ર કેવો છે? કેવો એનો દરબાર છે. એનામાં શું ગુણ છે? આ જાણવા માટે એનું મન ઉત્સુક થઈ ગયું.
એક રાતે પોતાના શયનખંડમાં એણે વૈતાળને યાદ કર્યો. વૈતાળ તરત હાજર થયો. વિક્રમે કહ્યું-“હું ઈન્દ્રલોક જોવા ઇચ્છુ છું.'
'સારૂ કાલે હું તમને એક ઘોડો આપીશ. તમે એના પર બેસજો. એ તમને જંગલમાં લઈ જશે પછી ત્યાંથી એ વાયુવેગે ઉડીને તમને આકાશ માર્ગે ઈન્દ્રના દરબારમાં લઈ જશે.’
બીજા દિવસે વૈતાળ એક ઘોડો આપી ગયો. વિક્રમ એના પર બેસી ગયો. ઘોડો વાયુ વેગે ગાઢ જંગલમાં આવ્યો. હણહણયો. પછી તે આકાશમાં ઉડયો અને વિક્રમને ઈન્દ્રપુરીમાં લઈ ગયો.
વિક્રમ ઘોડા પરથી ઉતરીને ઈન્દ્રપુરીની શોભા નિહાળવા લાગ્યો. સાચે જ નિરાલી છટા હતી. દેવતા, દેવી, યક્ષ, કિન્નર, ગાંધર્વ, અપ્સરાઓ મુગ્ધ ભાવે જોતા રહ્યા સર્વત્ર નયનાભિરામ દૃશ્ય હતા. રાજા વિક્રમ ઈન્દ્રના દરબારમાં આવ્યો.
અદ્દભુત શોભા હતી. ઈન્દ્ર દરબારની ત્રિભુવન મોહની અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. ઈન્દ્ર -ઈન્દ્રાણી સાથે સિંહાસન પર બેઠો હતો.
રાજા વિક્રમને જોઈ ખળભળાટ મચી ગયો. ઇન્દ્રલોકમાં મનુષ્ય કઈ રીતે આવી ગયો ? બધા દેવતા ઇન્દ્ર તરફ જોવા લાગ્યા. જોતાંજ આશ્ચર્ય थयु.
ઈન્દ્ર પોતાનુ સિંહાસન છોડી વિક્રમ તરફ આવ્યા. એના ચહેરા પર ક્રોધના નહીં આદરના ભાવ હતા.
ઈન્દ્ર વિક્રમને ભેટી પડતા બોલ્યો-આવો રાજા વિક્રમ, ઘણું નામ સાંભળ્યું છે તમારી સર્વત્ર તમારી પ્રશંસા થઈ રહી છે. હું ઇન્દ્રલોકમાં તમારૂ હાર્દિક સ્વાગત કરૂ છું. આટલું કહી ઈન્દ્ર વિક્રમનો હાથ પકડી ઈન્દ્રાસન પાસે લઈ ગયો અને બેસવા માટે કહ્યું.
વિક્રમને ખચકાટ થયો ક્યાં પોતે અને ક્યાં ઇન્દ્ર ! એ નમ્રતાથી બોલ્યો હે દેવ, હું તમારા સિંહાસન પર કઈ રીતે બેસી શકું, હું એને ' યોગ્ય નથી.”
આ સાંભળી ઇન્દ્ર ફરી વિક્રમને ભેટી પડયો. હે રાજા ભોજ, જો વિક્રમ ઈન્દ્રાસન પર બેઠો હોત તો એનું બધુ પુણ્ય ક્ષીણ થઈ જાત. ઇન્દ્ર એજ ઇચ્છતો હતો પણ પોતાની નમ્રતાના કારણે વિક્રમ બચી ગયો. ઈન્દ્ર એને એક રાજ મુગટ આપતા કહ્યું.
'જ્યાં સુધી આ રાજ મુગટ તારી પાસે હશે ત્યાં સુધી તારા પર કોઈ સંકટ નહીં આવે.'
રાજ મુગટ ધારણ કરી અને પૃથ્વીલોકમાં ફરી વિક્રમ પાછો આવ્યો.
હે રાજા ભોજ, તારામાં નમ્રતાનો આ ગુણ છે ? જો હોય તો આ સિંહાસન પર બેસ. હું તો ચાલી...' કહીને પુતળી આકાશ તરફ ઉડી ગઈ.
|
૨૮. મનમોહિની ની વાર્તા
લાલચમાં આવીને માણસ શું નથી કરતો ! સિંહાસનનું આકર્ષણ જ કાંઈક એવું હતું ભોજના મનમાં આશા હતી કે કદાચ કોઈ પુતળી એને સિંહાસન પર બેસવાની રજા આપી દે.
આ વખતે મનમોહીની નામની પુતળી બોલી-
એક સમયની વાત છે. વિક્રમના રાજ ના બે તપસ્વી પાતાળ લોકમાં ગયા. ત્યાં બલિ રાજાએ એમનું સ્વાગત કર્યું અને વિદાય વખતે એક મણિ આપતા કહ્યું-
'આ મણી જેની પાસે હશે એને જીવનમાં કદી જળ દુર્ઘટનાનો સામનો નહીં કરવો પડે.’
તપસ્વી પાછા આવ્યા એમને સંસારનો મોહ ન હતો એટલે એ બન્ને રાજા વિક્રમ પાસે ગયા અને વિક્રમને મણી ભેટ આપી દીધો.
એક દિવસ વિક્રમ નદી કિનારે ગયો.
એના રાજનું એક વહાણ ઉભુ હતું. વિક્રમે જોયું તો એક યુવતી એનું પૂજન કરી રહી હતી.
વાંરંવાર પ્રાર્થના કરી રહી હતી-"મારા પતિની રક્ષા
વિક્રમે એ યુવતી પાસે જઈને પૂછ્યું-'દેવી શું વાત છે. ?'
યુવતી નમ્રતાથી બોલી-
‘મારા પતિ આ વહાણમાં વેપાર કરવા જાય છે. હું એમની શુભકામના કરી રહી છુ.'
વિક્રમ યુવતીની પતિ ભકિત પર પ્રસન્ન થઈ ગયો અને બોલ્યો-
'રાજા વિક્રમના રાજમાં દુર્ઘટના નથી થતી. તું આ મણી તારા પતિને આપી દેજે. કોઈ પણ જળ દુર્ઘટના નહીં થાય.'
વિક્રમે મણી આપી દીધો. યુવતીએ પોતાના પતિને આપ્યો. એ વેપાર કરવા ચાલ્યો ગયો: આરીતે વિક્રમના રાજનો વેપાર વધી ગયો.
હે રાજા ભોજ, વિક્રમના રાજમાં કદી કોઈ જળ દુર્ઘટના નથી થઈ. શું તારા રાજમાં આવુ. થયું છે? જો થયું હોય તો આ સિંહાસન પર બેસ.
રાજા ભોજ શું જવાબ આપે ?
'હે રાજા ભોજ, તું આ સિંહાસન પર ત્યારે જ બેસી શકીશ જ્યારે વિક્રમનો એક પણ ગુણ તારામાં હશે.’
પોતાની વાત કહીને એ પુતળી પણ આકાશમાં ઉડી ગઈ.
રાજા સોજ ચુપચાપ ઉભો રહી ગયો.. વિચારવા લાગ્યો શું સાચે જ એનામાં રાજા વિક્રમ-નો એક પણ નથી ?
૨૯. વૈદેહીની વાર્તા
પોતાના મનમાં દૃઢ નિશ્ચય કરી રાજા ભોજ ફરી વિક્રમના સિંહાસન પર બેસવા માટે આગળ વધ્યો. ત્યાં જ એક પુતળી એનો રસ્તો રોકી. લેતા બોલી.
'હે રાજા સાંભળ વિક્રમની એક કથા. જો એવો ગુણ તારામાં છે તો બેસ સિંહાસન પર....
એક સમયની વાત છે. વિક્રમ પોતાના શયનખંડમા સુતો હતો. ઉંઘમાં એણે અક સપનું જોયું રત્નજડિત એક સુંદર રાજ મહેલ છે. એમાં શાનદાર સજાવટ છે અને એના દ્વાર પર એક અત્યંત તેજસ્વી દ્વારપાળ ઉભો છે.મહેલમાં સુંદર અપ્સરાઓનું ગાયન વાદન ચાલી રહ્યું છે.
એ મહેલની આસપાસ અનેક સુંદર કિલ્લા છે.
સપનામાં વિક્રમે પિતાને રાજાના રૂપમાં જોયો.
ત્યાંજ એની ઉંઘ ઉડી ગઈ.
એ બેઠો થઈ ગયો. વિચાર કરવા લાગ્યો.
આવું સપનું એણે પહેલા કદી જોયું ન હતું. એને સપનામાં જોયેલા રત્નજડિત રાજમહેલને જોવાની ઈચ્છા થઈ.
સવારે દરબાદમાં પંડિતો અને જયોતિષિઓને મોલાવી સપનાની વાત કરી પછી પુછયું- 'આવો રાજ મહેલ કયાં છે. ?'
પંડિતોએ ગણતરી કરી.
જયોતિષિઓએ શાસ્ત્રો જોયા.
બધાએ મળીને જણાવ્યું- ‘દક્ષિણ દિશામાં આવો એક. રાજમહેલ છે. ત્યાં ફક્ત એજ જઈ શકે છે જે ઈશ્વર ભકત હોય સતત ઈશ્વરનું નામ લેતો હોય.”
વિક્રમ ગુંચવાઈ ગયો. એ સતત પ્રજાની ભલાઈ અને રાજકાજમાં લાગ્યો રહે છે. એને ઈશ્વરનું નામ લેવાનો અવસર જ ક્યાં મળે છે.”
વિક્રમને ગુંચવણમાં પડેલો જોઈ પ્રધાન બોલ્યો
'મહારાજ, હું તમારી ચિંતા સમજુ છું. કૃપા કરીને તમે રાજપુરોહિતને સાથે લઈ જાવ. એ સતત ભગવાનનું નામ લેતા રહે છે. એમને સાથે રાખવાથી તમને ત્યાં પ્રવેશ મળી જશે.’
વિક્રમને વાત યોગ્ય લાગી.
રાજપુરોહિતને સાથે લઈ એ દક્ષિણ તરફ ચાલતો થયો. કેટલાય દિવસની યાત્રા પછી એક વસ્તી આવી. વિક્રમ એક સાધારણ યાત્રીના વેશમાં હતો. એક ઘરમાં ઉતારો કર્યો રાતે પડોશના મકાનમાં રુદનનો અવાજ આવ્યો.
વિક્રમ ચોંકીને બેઠો થઈ ગયો. કોઈ સ્ત્રી
રડતી હતી
'શું વાત છે, મા ? શા માટે રડો છો ?'
‘મારો જવાન બેટો હજુ સુધી જંગલમાંથી પાછો નથી આવ્યો. કદાચ એને જંગલી જાનવર ખાઈ ગયા છે....'
'એ જંગલમાં શા માટે ગયો હતો?’
'બેટા.... લાકડા કાપીને, એને વેચીને અમારૂ ગુજરાન ચાલે છે. એજ મારો એક સહારો છે.
ભગવાન જાણે શું થયું હશે? બધાને ફરિયાદ
કરી... કોઈ જવા તૈયાર નથી એટલે રહે છું... ‘ચિંતા ન કરો મા... હું તપાસ કરૂ છું.'
વિક્રમ જંગલમાં ગયો અને રાતના અંધ-કારમાં ડોશીના છોકરાને શોધવા લાગ્યો. ડોશીનો છોકરો અક વૃક્ષ પર બેઠો હતો. નીચે એક સિંહ ઘાત લગાવીને બેઠો હતો. વિક્રમે સિંહને મારીને છોકરાને વૃક્ષ પરથી ઉતાર્યો અને ગામમાં આવી ડોશીને સોંપી દીધો. ડોસીએ વિક્રમને આશીર્વાદ દીધા. વિક્રમે યાત્રા ચાલુ રાખી.
આખરે રાજમહેલ, આસપાસના કિલ્લા, દ્વારપાળ બધું દેખાયુ. વિક્રમ પ્રસન્ન થઈ ગયો.
દ્વારપાળે બંન્નેને રોક્યા
'કોણ છે તું?'
‘રાજા વિક્રમ. હું આ મહેલમાં જવા ઇચ્છુ છું.
'થોભ. આ મહેલમાં એને જ જવા મળશે.
જે ઈશ્વર ભક્ત હશે. જોઉં છું સૂચીમાં તારૂ નામ છે કે નહીં ?'
એ દેવદૂતોએ આપેલી સૂચી જોવા લાગ્યો. ખુશ થઈને બોલ્યો- 'અરે! રાજા વિક્રમ, તમારૂ નામ તો સૌથી ઉપર છે. આવો. આવો....”
વિક્રમ ખુશ થઈને બોલ્યો- ‘રાજ પુરોહિત મારી સાથે છે. એ સતત ઈશ્વરનું ભજન કરતા રહે છે. એ પણ આવશે.’
‘જોઉં છું…’ દ્વારપાળે કહ્યું અને આખી સૂચી' જોઈ નાખી. રાજપુરોહિતનું બોલ્યો-'હે રાજા, એમનું નામ નામ ન જોતા* નથી. તે છતાં તમારી ઈચ્છા હશે તો જવા દઈશ.'
વિક્રમ રાજ પુરોહિતને મહેલમાં લઈ ગયો. પોતાની સાથે
હે રાજા ભોજ, ભગવાનનો સતત જાપ કરવાથી સૌથી મોટા ઈશ્વર ભક્ત નથી થવાતું. કર્મની પૂજા, કર્તવ્યનું પાલન જ સૌથી મોટી ઈશ્વર પૂજા છે. તું વિક્રમ જેવો છે? જો હોય તો બેસ. નહીંતર નહીં.
નૈદેહી પોતાની વાત પુરી કરી આકાશમાં ઉડી ગઈ.
બધા વિસ્મયથી જોતા રહ્યા.
રાજા ભોજ ફરી ઉદાસ થઈ ગયો.
૩૦. રૂપવતીની વાર્તા
'રાજા ભોજ ! અત્યાર સુધી તું એક પણ પુતળીની વાતનો જવાબ નથી આપી શક્યો તો પણ તારી લગનથી હું ખુશ છું. તેને સીધો સવાલ પુછું છું કે મનુષ્યે પોતાનું કર્તવ્ય અને કર્મ કોના દ્વારા નિધોરિત કરવું જોઈએ ? કયુ સત્ય એનું સમર્થન કરે છે ?'
યુવતીની વાતનો જવાબ રાજા ન આપી શક્યો. તો એ બોલી-
‘મારૂ નામ રૂપવતી છે. હું તને આ સવાલના જવાબમાં રાજા વિક્રમની એક કથા સંભળાવુ છું.
એક દિવસ વિક્રમ જંગલમાં શિકાર કરવા ગયો. જંગલ નાનુ હતું. એક હરણ વિક્રમની સામે
આવીને કહેવા લાગ્યું-
'હે રાજા, એક સિંહ મારી પાછળ પડયો છે. મારા પગમાં વાગ્યુ છે. દોડી શકાતુ નથી. એ મને મારી નાખશે. તમે મને બચાવો.’
રાજા વિક્રમે કહ્યું-“તારી રક્ષા હું ન કરી શકુ'
ત્યાંજ સિંહ આવી ગયો. એણે હરણને મારી નાખ્યું.
વિક્રમ પાછો ફર્યો.
હવે બોલ રાજા ભોજ, શું વિક્રમનું આ કાર્ય યોગ્ય હતું ?
રાજા ભોજ વિચારવા લાગ્યો.
'એક આ સવાલનો જવાબ તું સાચે સાચો આપ તો તેને સિંહાસન પર હું બેસવા દઈશ. હવે ફક્ત બે પુતળી જ બાકી રહી છે. એ કાંઈ નહીં કહે.'
રાજા ભોજ વિચારમાં પડી ગયો: શરણે આવેલા હરણની રક્ષા ન કરીને વિક્રમે ખોટુ કામ કર્યું હતું ? કર્તવ્ય એનુ શું હતું? કર્મ શું હતુ ?
રાજા ભોજ પુતળીના પ્રશ્નનો કોઈ ઉત્તર ન આપી શક્રયો. ત્યારે પુતળીએ કહ્યું-'ભલા તું આ સિંહાસન પર કઈ રીતે બેસી શકે ? ક્રમૅ અને કર્તવ્યનું પાલન ધર્મ પ્રમાણે થાય છે. ધર્મમાં જણાવ્યું છે એ રીતે મનુષ્ય પોતાનુ કર્મ તથા કર્તવ્ય નિર્ધારિત કરવું જોઈએ. એજ વાત ધ્યાનમાં રાખીને રાજા વિક્રમે એ હરણની રક્ષા ન કરી.
'એ કઈ રીતે ?' ભોજે પૂછયું.
‘હરણ સિંહનું ભોજન હતુ’ હરણને સિંહથી બચાવવું એટલે સિંહને ભુખ્યો રાખવો. ભુખ્યા માણસ સામેથી ભોજનની થાળી ખેંચવી એ શું ધર્મ છે? ના... એ કારણે વિક્રમે હરણની રક્ષા ન કરી ધર્મ જ કર્મ કર્તવ્યનું નિર્દેશન કરે છે.
પોતાની વાત કહીને રૂપવતી આકાશમાં ઉડી ગઈ.
૩૧ માનવતીની વાર્તા
કહે. રાજા ભોજ, પારકી સ્ત્રીને જે કદી કુદૃષ્ટિથી નથી જોતો. એની સાથે માનવતા દાખવે છે એજ ચરિત્રવાન કહેવાય છે. રાજના કર્મચારી આવા ચરિત્રવાન હોવા જોઈએ. જે રાજમાં આવા લોકો પદ પર નથી હોતા એ રાષ્ટ્ર ભ્રષ્ટ થઈ જાય છે.
શું તારા રાજ કર્મચારીમાં આવા ગુણ છે ? જો હોય તો બેસ, નહીંતર નહીં બેસી શકે. સાંભળ મારૂ નામ માનવતી છે. હું તને રાજા વિક્રમની એક કથા સંભળાવું છુ. એ સાંભળીને પછી નિર્ણય કરજે કે આ સિહાસન તારે યોગ્ય છે કે નહીં?
એક સમયની વાત છે. રાજા વિક્રમ નદી કિનારે ગયો. નદીની ધારામાં એક યુવક અને યુવતીને તણાતા જોયા કદાચ જીવ બચાવવા તેઓ
હાથ પગ પછાડતા હતા પણ નદીની તેજ ધારા સામે એમનું કાંઈ ચાલતું ન હતું.
વિક્રમે એક ક્ષણ પણ ગુમાવ્યા વગર નદીમાં છલાંગ લગાવી અને બન્નેને બચાવી લીધા.
યુવતી ઘણી સુંદર હતી. એના સૌંદર્ય આગળ વિક્રમની રાણીઓ પણ ફિક્રકી હતી. નખ શિખ એનુ એકેએક અંગ કંડારેલું હતું. એવું લાગતુ હતું કે ભગવાને એને ઘણી લગનથી બનાવીને પોતાની સંપૂર્ણ કળાનું પ્રદર્શન કર્યું છે.
યુવકે વિક્રમને ઓળખ્યા વગર જણાવ્યું-
'અમે સહ પરિવાર નાવમાં બેસી યાત્રા કરતા હતા. નાવ વમળમાં ફસાઈ અને અમે તણાયા. તમે અમને ઘણી મદદ કરી છે. તમારા કારણે અમને નવુ જીવન મળ્યું અમે તમારા આભારી છીએ.
યુવતી પણ શ્રદ્ધાથી વિક્રમને જોઈ રહી હતી. ‘તમારો પરિચય શું છે?' વિક્રમે પૂછયું. 'મારુ નામ, દેવકાંત છે અને આ મારી બહેન દેવકાંતા છે. અમે સારંગદેશના નિવાસી છીએ.’
'સારુ.... તમને સકુશળ તમારા ઘેર મોકલી દેવાશે. અહીં રોકાવાનો સમગ્ર પ્રબંધ પણ થશે’
એટલું કહીને વિક્રમે એક સૈનિકને બોલાવી આદેશ દીધા. તે એ બન્નેને પોતાની સાથે લઈ ગયો.
હવે, દેવક્રાંતને ખબર પડી કે એને અને એની બહેનને બચાવનાર બીજો કોઈ નહીં વિક્રમ પોતે છે. એ ગદગદ થઈ ગયો.
રાજમહેલમાં તમામ સગવડો હતી.
"દેવકાંત પોતાની બહેનના લગ્ન માટે ઘણો ચિંતિત હતો. ઘણા રાજકુમાર એની સાથે લગ્નકરવા ઉત્સુક હતા.
હવે દેવકાંતે વિચાર્યું કે દેવકાંતાના લગ્ન વિક્રમ સાથે થાય તો ઘણું સારુ. એ બહેનને સાથે લઈને વિક્રમ પાસે ગયો. દેવકાંતાએ સોળે શણગાર સજ્યા હતા. એનું રુપ દેવલોકની અપ્સરા જેવું લાગતું હતું. જાણે ધરતીનું તમામ સૌંદર્ય એનામાં સમાઈ ગયુ હોય એમ લાગતું હતું.
'રાજન ની જય હો’ દેવકાંત બોલ્યો.
‘દેવકાન્ત તારા જવાનો બધો પ્રબંધ કરી દેવાયો છે.’ વિક્રમ બોલ્યો.
તમારી ઘણું કૃપા છે અન્નદાતા… તમારા કૃપાભારનું અમે આજીવન ઋણ નહીં
ચુકવી નહીં શકીએ. મારી એક તુચ્છ ભેટ તમે ગ્રહણ કરો. મારી બહેન દેવક્રાન્તા તમને અર્પણ છે.'
'દેવકાંતા મારા રાજ મહેલમાં રહેશે.' વિક્રમ બોલ્યો- ‘મારી બહેનના રૂપમાં એ આજીવન નિવાસ કરી શકે છે....'
દેવક્રાંત ચોંકયો.... ફાટી આંખે જોઈ રહ્યો. દેવકાંતાના રૂપ-યૌવનને જોઈને પણ વિક્રમ ચલિત ન થયો.
એ વિક્રમના ચરણોમાં આળોટી પડયો.
વિક્રમે કહ્યું- 'ચરિત્ર હંમેશા જાળવી રાખવું જોઈએ. એના વગર રાજકાજ કઈ રીતે ચાલે ? હું સ્વચ્છ રહીશ તો મારા કર્મચારી અને પ્રજા પણ સ્વચ્છ રહેશે’
દેવકાંત વિક્રમનો જય જયકાર કરવા લાગ્યો
હે રાજા ભોજ, 'વિક્રમ કેટલો ચરિત્રવાન હતો અને કેવો નિલોભી એ ગુણ તારામાં છે. ?
એટલું કહી માનવતી આકાશમાં ઉડી ગઈ.
૩૨. કૌશલ્યાની વાર્તા
બત્રીસમી પુતળી કૌશલ્યાએ રાજા ભોજને રોકીને કથા શરૂ કરી-
'એક દિવસ વિક્રમે મધરાતે એક અદ્દભુત સ્વપ્ન જોયું. સ્વપ્ન પ્રમાણે એના રાજના જ એક વનમાં એક સુવર્ણ-રત્ન જડિત સુંદર મનમોહક મહેલ છે. સ્વર્ગની અપ્સરાઓ જેવી સુંદર ગણિકા ઓ જાત જાતના વાઘયંત્ર સંભાળીને મીઠા અવાજે ગાઈ રહી છે.
એ સુંદર ગણિકાઓ વચ્ચે એક યોગી બેઠો-બેઠો ગાયન અને સંગીતનો આનંદ ઉઠાવી રહ્યો છે. આ સ્વપ્ન જોતાં. જ વિક્રમની આંખ ખુલી ગઈ. સવાર થતાં જ એણે રાજજ્યોતિષીને બોલાવી
સ્વપ્ન વિષે જણાવ્યું.
રાજ જ્યોતિષીની વાતો સાંભળી વિક્રમને એ મહેલ સુધી પહોંચવાની ઈચ્છા થઈ. એણે તરત વૈતાળને બોલાવી સ્વપ્ન વિષે જણાવ્યું અને એ અદ્દભુત મહેલ પાસે લઈ જવાની આજ્ઞા આપી.
વૈતાળ વિક્રમને ઘોર અરણમાં લઈ ગયો. મહેલથી થોડે દુર વૈતાળ અટકી ગયો અને કહેવા લાગ્યો.-
'બસ આનાથી આગળ જઈ શકાશે નહીં. યોગીએ મહેલની ચારે તરફ તંત્રનો ઘેરો નાખ્યો છે. એ ઘેરાને એજ પાર કરી શકે છે જેણે યોગીથી પણ વધુ પુણ્ય અર્જિત કર્યું હોય.
વિક્રમ પોતાના પુણ્યને પરખવા માટે આગળ વધ્યો.
સુવર્ણનો ચમકતો દમકતો હીરા-રત્ન જડિત મહેલ દેખાવા લાગ્યો.
વિક્રમ આગળ વધતો મહેલના દ્વારે આવ્યો. એકાએક આગનો એક મોટો ગોળો વિક્રમ, પાસે આવ્યો. એ થોડો ગભરાયો અને પાછળ હટયો ત્યાંજ એક અવાજ ગુંજ્યો-
‘એને જવા દે. એનું પુણ્ય યોગીથી વધુ છે. આપણે એને રોકવાનો નથી.’
આગના ગોળાએ માર્ગ આપી દીધો.
કોઈ મનુષ્યના આગમનનો અવાજ સાંભળી ગાયન, સંગીત, નૃત્ય અટકી ગયા. સુંદરીઓ ગભરાઈને આમ તેમ ભાગવા લાગી.
યોગી એકદમ ક્રોધિત થઈ ગયો-
'કોણ છે તું? તને કોણે અહીં સુધી આવવા દીધો? જલ્દી બોલ નહીંતર હું મારા શ્રાપથી તને ભસ્મ કરી દઈશ....'
“હું વિક્રમ છું. મને કોઈએ ન રોક્યો એટલે અહીં સુધી આવી ગયો. તમારા દર્શનની ઉત્સુકતા હતી.'
આ સાંભળતાં જ યોગીનો કોધ ઓગળી ગયો. નમ્ર ભાવે વિક્રમનો સત્કાર કરતા પૂછયુ-
‘બોલો રાજન્ શું જોઈએ છે? માગો એ મળશે.
‘હું આ મહેલ અને અહીંની બધી સુખ-સગવડો માગુ છું. ‘વિક્રમે કહ્યું.
યોગી એજ વખતે બધું સોંપી વનમાં ચાલ્યો ગયો અને વનમાં ભટકતો રહ્યો. ઘણા સમય પછી એના ગુરૂ મળ્યા. યોગીને ભટકતો જોઈ ગુરુએ કારણ પૂછયું. યોગીએ બધી વાત કરી તો
ગુરુ હસીને બોલ્યા-
“એ તો. આ પૃથ્વીનો સૌથી મોટો દાનવીર છે. એને તારા મહેલનું શું કામ?' જઈને જો. એ પોતાના રાજમહેલમાં બેઠો બેઠો કારભાર સંભાળતો હશે. તું પાછો જા.... બ્રાહ્મણનું રૂપ લઈને જા. રાજા પાસે, એના રાજમાં ઝુંપડી બનાવવા જેટલી જગ્યા માગ. રાજા જ્યારે તારી પસંદની જગ્યા પૂછે તો એજ મહેલ માગી લેજે.’
ગુરુની સલાહ માની એ યોગી વિક્રમના રાજમાં આવ્યો. રાજા મહેલમાં બેસી રાજભાર સંભાળે છે. એ જાણી ખુશ થયો. પછી બ્રાહ્મણનું રૂપ ધરી વિક્રમ પાસે પોતાનો મહેલ માગ્યો.’
વિક્રમે હસીને કહ્યું-
‘મેં તમારી પરીક્ષા લીધી હતી. તમે મારી પરીક્ષા લઈ રહ્યા છો યોગીરાજ! અરે હું તો એજ દિવસે મહેલ છોડીને આવી ગયો હતો.
જઈને તમારુ સ્થાન સંભાળો.’
પોતાનો મહેલ મળતા યોગી ખુશ થયો.
હે રાજા ભોજ, વીર વિક્રમના કર્મ અને ત્યાગની કથા સાંભળી ? આવો કીંમતી મહેલ મેળવ્યો અને ક્ષણવારમાં ત્યાગી દીધો.
હે રાજા ભોજ, વિક્રમને પોતાના મૃત્યુની જાણ થઈ ગઈ હતી એટલે એણે ખૂબ દાન-પુણ્ય કરી રાજ પાટનો મોહ છોડી પૂજા-પાઠમાં મન લગાવ્યું દેવતાઓ પણ વિક્રેમ પાસે દાન લેવા આવતા.
હે રાજા ભોજ તું યશસ્વી રાજા છે. ધનનું પુણ્ય તે પણ અર્જિત કર્યું છે એટલે જ તને આ સિંહાસનના દર્શન થયા. હવે મારી સલાહ સાંભળ આ સિંહાસન જ્યાંથી તે કઢાવ્યું છે ત્યાંજ ભુમિગત કરાવી, દે.
પોતાની વાત પુરી કરીને એ પુતળી પણ આસમાનમાં ઉડી ગઈ.
પુરી બત્રીસ પુતળીઓ સિંહાસનમાંથી નિકળી ગઈ હતી. હવે એક પણ પુતળી રહી ન હતી. સિંહાસન કાંઈક, ફિકકું થઈ ગયું હતું પણ ચમક જળવાઈ રહી હતી.
33 ખાલી સિંહાસનની વાર્તા
અંતિમ પુતળી સિંહાસનમાં થી નીકળી ગયા પછી રાજા ભોજ રાહતનો શ્વાસ લીધો. વિચાર્યું કે હવે કોઈ નહીં રોકે.
પંડિતો એ સિંહાસન ની પૂજા કરી પછી ભોજ આગળ વધ્યો. ત્યાંજ ધરતીકંપ થયો હોય એમ સિંહાસન ડોલવા લાગ્યું.
ભોજ પાછળ હટી ગયો અને પ્રધાન સામે જોવા લાગ્યો તો પ્રધાન ધીરેથી બોલ્યો-'ક્ષમા કરે રાજનુ આ સિંહાસન પર બેસવાનું સુખ તમારા ભાગ્યમાં નથી.’
રાજા ભોજ ઉદાસ થઈ જતા બોલ્યો- 'તો આનું શું કરવું ?”
એને શાહી ખજાનામાં મુકાવી દો. હીરા ઝવેરાત તો જડેલા જ છે.’
રાજા ભોજે સિંહાસન ખજાનામાં મુકાવી દીધુ. એજ રાતે ઉંઘમાં રાજાએ એક સ્વપ્ન જોયું સ્વપ્નમાં એક સાધુએ આજ્ઞા આપી-'હે રાજા આ સિંહાસન તે જ્યાંથી કાઢ્યું છે ત્યાં જ દફનાવી દે’ એમાંજ તારી ભલાઈ છે.'
બીજા દિવસે રાજા ભોજે સિંહાસનને શાહી ખજાનામાંથી કઢાવીને એજ જગ્યા એ દફનાવી દીધુ. આ વાત ચારે દિશામાં ફેલાઈ ગઈ.
કેટલાક ચોરોને આની ખબર પડી.
ચાર ચોરે ટેકરો ખોદીને સિંહાસન કાઢયુ અને જંગલમાં લઈ ગયા. એ રાતના અંધકારમાં ચમકતું હતું. ચોરોના મોં માં પાણી આવતું હતું. ચોરોએ હથોડાના ઘા કર્યો ત્યાં તો સિંહાસન માંથી આગ નીકળી.
ચોર સમજી ગયા કે આ સિંહાસન તુટશે નહી.
ચારે ચાર વિચારમાં પડી ગયા. આખુ સિંહાસન કોણ ખરીદે ?
આખરે ચારે ચોરે સિંહાસનને હાથી પર મુકી ઢાંકી દીધું અને ઝવેરીનો વેષ ધારણ કરી શ્રાવસ્તી નગરી તરફ પ્રયાણ કર્યું. છ મહીને શ્રાવસ્તી પહોંચ્યા રાજાના અતિથિગૃહમાં ઉતર્યાં. શ્રાવસ્તી નરેશને મળવાનું આવેદન કર્યું.
રજા મળી ગઈ.
ચારેય શ્રાવસ્તી નરેશ સામે આવ્યા.
'અન્નદાતાનો જય હો....’
'વેપારીઓ તમારૂ સ્વાગત છે. મારા માટે શું લાવ્યા છો ?’
ચોરનો મુખી અત્યંત આદર અને શ્રધ્ધાથી - બોલ્યો-- 'હે રાજનૂ અમે તમારા માટે એક અત્યંત સુંદર સિંહાસન લાવ્યા છીએ. અમે ચારેએ મળીને અમૂલ્ય દુર્લભ રત્ન જડીને કેટલાય વર્ષોની મહેનત પછી બનાવ્યું છે. તમારા જેવા રાજા માટે જ અમે એનું નિર્માણ કર્યું છે.’
શ્રાવસ્તી નરેશે સિંહાસન જોયું જોતાં જ આભો બની ગયો. અને મોં માગ્યા દામ આપવા તૈયાર થયો. પચાસ લાખ સોનામહોર આપી એ સિંહાસન ખરીદી લીધું. ચોર ચાલ્યા ગયા. સોના-મહોરના ભાગ પાડી ચારે ચોર છુટા પડી ગયા.
આ બાજુ શ્રાવસ્તી નરેશે મૂહુર્ત જોવડાવી ધામધુમથી સિંહાસન પર બેસવાની તૈયારી કરી." યોગ્ય સમયે તેઓ સિંહાસન પર આરુઢ થયા.
શ્રાવસ્તી નરેશનું સિંહાસન ચર્ચાનો વિષય બની ગયું જ્યારે રાજા ભોજને ખબર પડી તો ટીંબો ખોદાવ્યો. સિંહાસન ન હતુ. એને ખાત્રી થઈ ગઈ કે એ સિંહાસન એમનું જ છે. પણ શ્રાવસ્તી નરેશ કઈ રીતે બેસી શકશે? આશ્ચર્ય સાથે દુઃખ પણ થયું. જ્યોતિષિઓને પૂછયું —
બધા વિચાર કરીને બોલ્યા-
“રાજન સિંહાસન વેચાઈ ગયું એટલે એનો બધો ચમત્કાર ચાલ્યો ગયો. સિંહાસન પણ સોનાના બદલે પીત્તળનું થઈ ગયું છે. હીરા ઝવેરાત પણ સાધારણ પથ્થર થઈ ગયા છે.
રાજા ભોજને આ વાતથી સંતોષ થયો.
આ બાજુ શ્રાવસ્તી નરેશ જ્યારે સિંહાસન પર બેસવા લાગ્યા ત્યારે સિંહાસનની ચમક થોડાક જ દિવસમાં ફીકકી પડી ગઈ. હીરા ઝવે રાત પણ આભાહીન થઇ ગયા.
શ્રાવસ્તી નરેશ આ ચમત્કારથી ચક્રિત થઈ ગયા. પૂરી પરખ પછી જ સિંહાસન ખરીદાયું હતું. તો પછી આવુ બન્યુ કેમ ?
જ્યોતિષી બોલ્યા-
'રાજન્ આ સિંહાસનનું સત્વ ચાલ્યું ગયું. આ રાજા વિક્રમનું સિંહાસન છે. અપવિત્ર થઈ ગયું છે. એના અંતિમ સંસ્કાર કરો.
શ્રાવસ્તી નરેશે સિંહાસનને જળ સમાધિ આપી દીધી.
કાવેરી નદીમાં અર્પિત કરી દેવાયેલા આ સિંહાસનની શોધ કરવાના ઘણા રાજાએ પ્રયાસ કર્યા પણ આજ સુધી નથી મળ્યું. પવિત્ર કાવે રીની ગોદમાં કદાચ આજ પણ સુતુ હશે.
一: સમાપ્ત :-
પાછળ ની પુતળી ની વાતાૅ માટે અહીં ક્લીક કરો.>>>@