ગિરનાર લીલી પરિક્રમા ભવનાથ થી પ્રારંભ થાય છે રૂપાયતન થી ઈંટવા, ચાર ચોક થઈ જીણાબાવાની મઢી, જાંબુડી થાણાથી ચાર ચોક, જીણાબાવાની મઢીથી માળવેલા સુધીની કેડી, ઝીણાબાવાની મઢીથી,સરકડીયા હનુમાન કેડી,સુધીનીમા લીડાથી પાટવડ કોઠાથી સુરજકુંડ, સરકડીયાથી સુખનાળા, સુખનાળાથી માળવેલા સુધીની કેડી, માળવેલાથી નળપાણીની ઘોડીની કેડી, નળપાણી જગ્યાથી બોરદેવી ત્રણ રસ્તા, ત્રણ રસ્તાથી બોરદેવી અને ત્યાંથી ભવનાથ સુધીનો રસ્તો.
ગયા વર્ષે બાળકીને દીપડો ઉપાડી ગયો હતો, આવી ઘટના ટાળવા એક્શન પ્લાન લાગુ ગિરનારની લીલી પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ, 56 સિંહ અને 50 દીપડાને રૂટથી દૂર રાખવા 350 ફોરેસ્ટ સ્ટાફ તૈનાત
પરિક્રમા રૂટ પર 80થી વધુ અન્નક્ષેત્રો તૈયાર. છાશ-દૂધનાં 23 કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં
જૂનાગઢમાં તા. 12 નવેમ્બરથી અને કારતક સુદ અગિયારસથી શરૂ થઈ રહેલી લીલી પરિક્રમામાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખો યાત્રિકો ઉમટતા હોવાથી એસ.ટી.એ વધારાના સેંકડો રૂટો દોડાવવાનો નિર્ણય લીધો છે અને રેલવે તંત્ર પણ સ્પેશિયલ ટ્રેનો મુકશે. બીજી તરફ જૂનાગઢમાં લીલી પરિક્રમાની તમામ તૈયારીને હવે આખરી ઓપ આપી દેવાયો છે. ગયા વર્ષે એક બાળકી પર દીપડાએ કરેલા હુમલાની ઘટનાનું પુનરાવર્તન થાય એ માટે આ વખતે વનતંત્રએ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. ગિરનારમાં વસતા 56 સિંહ અને 50 થી વધુ દીપડાને પરિક્રમાના રૂટથી સતત 4 દિવસ સુધી દૂર રાખવાનું કામ કરવા માટે 6 એસીએફ, 24 આરએફઓ, 76 ફોરેસ્ટર સહિત 350થી વધુ વન કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે. આના માટે ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને દેવભૂમિ દ્વારકાના કર્મચારીઓને જોડવામાં આવ્યા છે.
પરિક્રમા રૂટ પર 10 હંગામી દવાખાનાં, 16 એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ તેમજ 8 ડીઝલ જનરેટરની વ્યવસ્થા " પરિક્રમા રૂટ પર અઢી હજારથી વધુ સુરક્ષા કર્મીઓ રહેશે, ગિરનાર પરિક્રમા માટે આ રૂટ નિયત કરાયો સીસીટીવી કેમેરા અને ડ્રોનથી નજર રખાશે ગિરનાર લીલી પરિક્રમા ભવનાથથી પ્રારંભ થાય છે.
રૂપાયતનથી ફ્રી વાહન પાર્કિંગના બોર્ડ, રૂટ ન ભટકે એના સાઈન બોર્ડ અને 1000 જેટલી કચરાપેટી મુકાશે મેડિકલ - પેરા મેડિકલની 16 ટીમ અને ભવનાથના નાકોડામાં આઈસીયુ પણ કાર્યરત રહેશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રીક્ષા ભાડાના દર નિયત કરાયા
પરિક્રમા રૂટ પર 80થી વધુ અન્નક્ષત્રો અને છાશ-દૂધના 23 કેન્દ્રો અને પાણીની 32 ટાંકી રહેશે પરિક્રમા રૂટ પર 12 સહિત કુલ 16 એમ્બ્યુલન્સ રહેશે અને રૂટ પર 10 હંગામી દવાખાના પણ ઊભા કરાશે લીલી પરિક્રમાના રૂટ પર રાત્રે અજવાળું કરવા 8 ડીઝલ જનરેટર સેટ મુકાશે અમરેલી, રાજકોટ અને પોરબંદર સહિતના વિવિધ સ્થળોએથી સ્પેશિયલ ટ્રેનો અને એસટી બસો પણ દોડાવાશે
No comments:
Post a Comment