૨૧. અનુવતીની વાર્તા
'હે રાજા ભોજ, જ્ઞાન અને વિદ્યતાના વધુ પડતા પ્રદર્શનથી સંકટ આવે છે એ वात तु જાણે છે ? રાજા વિક્રમે આ વાત સમજીને માધવને સુખદ જીવન આપ્યુ. તારામાં આવો ગુણુ છે ? હું અનુવતી તને વિક્રમની એક વાત કહું છું.
માધવ નામનો અત્યંત મેઘાવી અને સર્વકળા પારંગત યુવાન હતો. સંસારના બધા વિષયને એ જ્ઞાતા હતો. સાથે સાથે એ અદભુત કલાપારખુ અને અત્યંત સ્પષ્ટવકતા હતો. નિભીંક હતો. તેથી જ્યાં જતો ત્યાં જ્ઞાન-આદર પામતો પણ થોડા સમય પછી સ્વભાવના કારણે એને હાંકી કઢાતો. એ એક જગ્યાએ ટકી ન શકતો.
માધવ ભટકતો રહેતો. ખુબ જ્ઞાન મેળવ્યા પછી અપમાનિત થતો.
વિશાલ નરેશે પણ માધવને પોતાના રાજમાંથી કાઢી મુક્યો. નિરાશ માધવ ત્યાંથી મલયદેશના રાજમહેલમાં ગયો અને દ્વારપાળને
કહે
'તું રાજાને સુચના આપ કે મહાપંડિત માધવ દર્શન કરવા ઇચ્છે છે.’
રોકાવુ પડશે. અત્યારે મહારાજા નર્તકીનું નૃત્ય જોઈ રહ્યા છે.”
માધવ ત્યાંજ બેસી ગયો.
નૃત્ય પૂરા યૌવન પર હતુ. મૃદંગ તથા અન્ય વાદ્ય પૂરા જોશ પર હતા. રાજા કામસેન અને આખો દરબાર ડોલતો હતો.
એકાએક માધવ - તમતમી ઉઠતા બોલ્યો-
‘કેવા મૂર્ખ અજ્ઞાની માણસો છે અહીં. એક સાજિન્દો દોષપુર્ણ વાદન કરી રહ્યો છે. પકડી નથી શકતા. મહેફિલમાં બધા ગધેડા છે.’
દ્વારપાળ ચોકી ઉઠતા બલ્યો-'શું બકે છે ?'
'બકતો નથી સાચુ બોલુ છું. આ સભામાં એક પણ કલા પારખુ નથી બેઠો. બધા ગધેડા છે.’
'ચુપ રહે નહીંતર ધડથી માથુ જુદુ થઈ જશે. અમારા મહારાજ કામસેન જેવો કલા પારખુ બીજો નથી.’
માધવ વધુ સમસમી ગયો-
‘શું ધુળ કલા પારખુ છે ? સાજિંદાનો દોષ નથી પકડી શકતા. સોળ સાજિન્દા ચાર ચારની ટુકડીમાં બેઠા છે. પુર્વ દિશામાં જે ટુકડી છે એમાં કોઈ એક સાજિન્દો દોષ પુણં વાદન કરી રહ્યો છે.”
દ્વારપાળને નવાઈ લાગી. માધવ જે જગ્યાએ ઉભો હતો ત્યાંથી સભાની એક ઝલક પણ દેખાતી ન હતી. જોયા વગર માત્ર અવાજના આધાર પર એણે કઈ રીતે આ વાત કહી દીધી !
‘ગધેડા, બેવકૂફ છે બધા' માધવ જોરથી બબડયો.
'ચુપ રહે વધુ બકવાસ કરીશ તો માયો જઇશ.’
જા જા તારા રાજાને કહી દે. મારી વાત ખોટી હોય તો ઘડથી માથુ જુદુ કરે.' માધવ બોલ્યો.
‘સારૂથોભ' કહીને દ્વારપાળ અંદર ચાલ્યો ગયો...
નૃત્ય નો એક દોર પુરો થયો ત્યારે એણે મલય નરેશને બધું જણાવી દીધું. સાંભળીને મલય નરેશે ત્રાડ પાડી-
‘એ બેવકૂફને પકડીને મારી સામે લાવો’
દ્વારપાળ માધવને પોતાની સાથે સભામાં લઈ ગયો.
'કેમ?' મલય નરેશે ક્રોધથી પૂછયું શું બકતો હતો ?'
માધવ નમ્રતાથી બોલ્યો- ‘મેં જે કાંઈ કહ્યું છે અન્નદાતા એકદમ સાચુ કહ્યું છે. એક તબલચીનો અંગુઠો નથી.
'વાત ખોટી નિકળી તો ?’
'તો માથુ વાઢી લેજો’
મલય નરેશે બધા તબલચીઓને જોયા. બધાના અંગુઠા ધ્યાનથી જોયા એક તબલચીનો અંગુઠો નકલી હતો. એણે પોતાનું માથુ ઝુકાવી લીધું.
માધવ હસી પડયો.
મલય નરેશ ભોંઠા પડી જતા બોલ્યા-"વાસ્તવ--માં તું ગુણી માણસ છે. શું નામ છે તારૂ ?'
માધવે પોતાનો પરિચય આપ્યો. મલય નરેશે એને પોતાના રાજમાં રાખી લીધો. માધવ સુખે રહેવા લાગ્યો. પોતાની વિધ્યાનું પ્રદર્શન કરી માધવે ઘણું માન મેળવ્યું. માધવના સુખના દિવસ આવ્યા પણ એ પોતાના સ્વભાવના કારણે વિવશ હતો.
એક દિવસ દરબારમાં અત્યંત કુશળ નર્તકી આવી. નર્તકી અત્યંત નિપુણ હોવાની સાથે અત્યંત સુંદર પણ હતી.
માધવ મુગ્ધ થઈ ગયો.
એકાએક ન જાણે ક્યાંથી એક ભ્રમર આવ્યો અને એના વક્ષ:સ્થળ પર બેસી ગયો.
એ ગભરાઈ ગઈ. નૃત્ય રોકવું કઈ રીતે ?-રંગમાં ભંગ પડે એટલે એણે ઉંડો શ્વાસ લઈ પોતાના નાકેથી એ રીતે છોડયો કે ભ્રમર ઉડી ગયો. એક ક્ષણ માટે પણ નૃત્ય ન અટક્યું. આ બધું પાંપણના પલકારે થઈ ગયું. મલય નરેશ ન જોઈ શકયા. પણ માધવ જોઈ ગયો એણે તત્કાળ પોતાના સ્થાનેથી ઉઠીને મોતીની માળા નર્તકીને આપી દીધી.
દરબારી દંગ થઈ ગયા.
માધવની આતે કેવી અશિષ્ટતા મહારાજની સામે...
મલયનરેશ ગર્જી ઊઠયા, નૃત્ય બંધ થઈ ગયું. માધવ તે મારા પહેલા નર્તકીને ભેટ આપવાની હિંમત કઈ રીતે કરી ?'
માધવે જણાવ્યું કે કઈ રીતે નર્તકીના વક્ષ પર ભ્રમર આવીને બેસી ગયો હતો અને નૃત્ય રોક્યા વગર કેવા કૌશલથી એણે ભગાડયો. એ મુગ્ધ થઈ ગયો. આ દૃશ્ય મલય નરેશ જોઈ શક્યા નહી. નર્તકી માધવના આ ગુણ પર મોહિત થઈ ગઈ. પણ મલય નરેશે માધવને હાંકી કાઢયો. 'નર્તકી માધવને આશ્રય આપવા ઈચ્છતી હતી પણ રાજાજ્ઞાના કારણે વિવશ થઈ ગઈ.
માધવ વ્યાકુળ થઈ ગયો. રાતે ઉંઘ ન આવતી. જ્યાં - નજર પડે ત્યાં નર્તકી દેખાતી. નર્તકીના પ્રેમમાં વ્યાકુળ માધવ ભુખ્યો-તરસ્યો દુર્બળ અવસ્થામાં રાજા વિક્રમના દરબારમાં આવ્યો.
વિક્રમે એને સહારો આપ્યો.
નર્તકી સાથે એનો પ્રેમ જોઈ માધવ નરેશને અનુરોધ કરી એના લગ્ન કરાવી દીધા.
માધવ પોતાના જીવનના અંતિમ સમય સુધી વિક્રમ પાસે રહ્યો. વિક્રમનો પ્રતાપ એવો હતો કે એ કાંઈ જ બેઅદબી ન કરી શક્યો.
રાજા ભોજ ! જો તારામાં આ જાતનો ગુણ છે તો આ સિંહાસન પર અવશ્ય બેસ નહીં તર એના પર બેસવાનો તને કોઈ અધિકાર નથી.
પોતાની વાત કહીને અનુવતી આકાશમાં ઉડી ગઈ.
રર. અનૂપરેખાની વાર્તા
'થોભ રાજા ભોજ' અનૂપરેખા નામની પુતળી બોલી-જન્મ રાજકુળમાં થવા માત્રથી જ તું આ સિંહાસન પર બેસવાનો અધિકારી નથી બની જતો. હું તને વિક્રમની એક કથા કહું છું એ તું સાંભળ.
રાજા 'સત્યપાલના અવસાન પછી એનો પુત્ર યશપાલ રાજા બન્યો. પરંપરા પ્રમાણે એનું રાજતિલક કરાયુ. રાજા બનતાં જ એ પ્રજા પર જુલમ કરવા લાગ્યો ભોગ વિલાસમાં ડુબી ગયો. પિતાનો એક પણ ગુણ એનામાં ન હતો. એની ચર્ચા વિક્રમના દરબારમાં થવા લાગી.
'ઘણો પાપી રાજા ગાદી પર બેસી ગયો છે.કેયાં પિતાં. ક્યાં પુત્ર !'
‘પરંપરાથી એજ રાજા હતો. એટલે બની ગયો. આ રાજકુળની રીત છે.”
“આ ખોટી વાત છે. નિયમથી રાજા એને જ બનવું જોઈએ જેનામાં રાજાના ગુણ હોય.'
'શું રાજા બનવા માટે. યોગ્ય વ્યક્તિ રાજ-કુળનો જ હોય એ જરૂરી છે?' બીજાએ પ્રશ્ન કર્યો.
‘નિયમ તો એવો છે રાજકુળનો.’
'અને રાજા પાપી હોય તો ?'
દરબારીઓ ચર્ચા કરવા લાગ્યા. એજ વખતે રાજા વિક્રમ પધાર્યા એટલે દરબારી પુછવા લાગ્યા.
વ્યકિતનું કુળ મોટું કે ગુણ ?'
જવાબમાં વિક્રમ બોલ્યા.
'આ વાત પ્રત્યક્ષ જોવી જોઈએ કે સિંહનું બચ્ચુ સિંહ નીકળે કે બકરી ? યોગ્ય બાપનો બેટો યોગ્ય જ હોય એ શું જરુરી છે. ?'
બધા સહમત થયા.
વિક્રમે એક સિંહનું બચ્ચું ભરવાડને આપીને આજ્ઞા કરીને આને રોજ બકરી સાથે લઈ જા.
આમ સિંહનું બચ્ચુ બકરીઓ સાથે જવા લાગ્યું . ઘણો સમય વીતી ગયો. એક દિવસ વિક્રમે એક સિંહ મંગાવ્યો. સિંહને બકરીના ટોળા સામે ઉભો રાખ્યો. ટોળામાં સિંહનું બચ્ચુ પણ હતું. જેવી સિંહે ત્રાડ પાડી કે તરત બકરીઓ ભાગી સાથે સિંહનું બચ્ચુ પણ ભાગ્યું.
વિક્રમ બોલ્યો- ‘જોયું યોગ્ય બાપનો બેટો ત્યાં સુધી યોગ્ય નથી બની શકતાં જયાં સુધી એનું પાલન પોષણ એવું ન થાય. વાતાવરણનો પ્રભાવ પડે છે. સિંહનું બચુ બકરીઓ સાથે રહીને બકરી બની ગયું. એ સિંહનું બચ્ચું છે એ સત્ય જ ભુલી ગયું. એનામાં સિંહનો કોઈ ગુણ ન રહ્યો. માટે કોઈપણ વ્યક્રિત કુળ થી નહીં કર્મ અને ગુણ થી મહાન બને છે.
૨૩. કરૂણાવતીની વાર્તા
'હે રાજા ભોજ પ્રત્યેક મનુષ્ય પોતાના પૂર્વ-જન્મના કર્મોનું ફળ વર્તમાન જીવનમાં મેળવે છે. શું તું તારા પૂર્વજન્મના કર્મ જાણે છે ? એના પરિણામે આ સિંહાસન પર બેસી શકે છે ?
મારી આ વાત પર વિચાર કરજે અને પછી આ . સિંહાસન પર બેસવાની ઈચ્છા પૂરી કરજે.
મારૂ નામ કરૂણાવતી છે. સાંભળ હું રાજા વિક્રમની કથા સંભળાવું છું.
એક દિવસ વિક્રમને વિચાર આવ્યો કે એના દરબારી એના વિષે શું વિચારે છે એ જાણવું. આ જાણવા માટે વિક્રમ છુપી રીતે દરબારીના ઘેર જવા લાગ્યો અને વાતો સાંભળવા લાગ્યો.
એક દિવસ એ પ્રધાનના ઘરમાં ગયો. ત્યાં પ્રધાનની પત્ની કહેતી હતી.
'તમે એટલો બધો સમય રાજા સાથે રહે છો કે ઘરનો ખ્યાલ જ નથી રાખતા.'
‘રાજકાજ સંળાળવું એ સામાન્ય વાત નથી' પ્રધાન બોલ્યો,
‘હંમેશા રાજાની ખુશામદ કરતા હશો.’
‘રાજાની હા એ હા તો કરવી જ પડે....'
‘રાજાનું શું ઠેકાણું ? ક્યારે શું કરી બેસે ? રાજા કદી કોઈનો નથી થાતો.”
'પણ આપણા રાજા વિક્રમ એવા નથી’
પત્ની હસવા લાગી- 'હા પોતાના સગા ભાઈની હત્યા કરીને ગાદી પર બેઠા છે. વિચાર કરો જે માણસ પોતાના ભાઈની હત્યા કરી શકે છે એ શું ન કરી શકે.’
પ્રધાન ધીરેથી બોલ્યો- 'તારી વાત તો સાચી છે...!'
વિક્રમ આ વાત સાંભળી ચુપચાપ પાછો ફર્યો. બીજા દિવસે પ્રધાનને કાંઈ કહ્યા વગર પદ પરથી ? મુકત કરી દીધો' પ્રધાનને નવાઈ લાગી. સમજાતું ન
હતું કે એકાએક રાજા એ એને શા માટે હટાવી દીધો ? રાજાના આવા વર્તનથી દરબારી પણ ચકિત થયા. કોઈનામાં એનું કારણ પૂછવાની હીંમત ન હતી.
પ્રધાન સમય પસાર કરવા માટે નદી કાંઠે જઈ પૂજા-પાઠ કરતો.
એક દિવસ સંધ્યાકાળે એ તટ પર પૂજા-પાઠ કરી રહ્યો હતો.
અચાનક નદીમાં એક અત્યંત સુંદર કુલ તરતુ દેખાયું. પ્રધાને ફૂલ લઈ લીધું. એ એના રૂપ રંગ પર મુગ્ધ થઈ ગયો. એણે આજ સુધી આવુ ફૂલ કદી જોયું ન હતું.
એ વિચારવા લાગ્યો કે આ કુલ રાજાને ભેટ આપવું. કંદાચ રાજા ખુશ થઈને પદ પાછું આપી દે.
એ વિક્રમ પાસે ગયો. પ્રણામ કરીને ફૂલ આપ્યુ.
ઘણું સુંદર ફૂલ છે. અદ્ભુત પણ છે. તને ક્યાં થી મળ્યું ?' વિક્રમે પૂછયું.
'રાજન આ નદીમાં તણાતું હતું.'
'સારૂ તું એમ કર આ ફૂલ ક્યાંથી આવ્યું? ક્યાં ઉગે છે ? એ જાણી લાવ વિક્રમે આજ્ઞા કરી
પ્રધાન તો ઉલ માંથી ચુલમાં પડયો. તો પણ હિંમત હાર્યા વગર જે દિશામાંથી કુલ આવ્યું હતું એ દિશામાં નાવ દ્રારા શોધમાં નિકળી ગયો. કેટલાય દિવસ સુધી લગાતાર યાત્રા કર્યા પછી પણ એને એ કુલના છોડ ક્યાંય ન દેખાયા. તો પણ એણે પોતાની યાત્રા ચાલુ રાખી. આખરે એ નદીના ઉદગમ સ્થળ સુધી પહોંચી ગયો.
ત્યાં નાવમાંથી ઉતરીને શોધ શરુ કરી.
એકાએક એ ચોંકી ગયો. એક વૃક્ષ સાથે એક માણસ ઉંધો લટકતો હતો. એની આસપાસ બીજા વીસ જણા ઊંધા લટકતા હતા. ત્યાં જ એણે એક ચમત્કાર જોયો. પહેલા માણસના મોં માથી લોહી ટપકતું હતું. પાણીમાં પડતાં જ એ લોહી કુલ બનીને તણાવા લાગતું.
ડરતો ડરતો એ વૃક્ષ પાસે ગયો. ઊંધા લટકતા માણસને ધ્યાનથી જોયો.- અરે આ તો રાજા વિક્રમ અને અહીં....! આશ્ચર્યથી આંખો ફાટી ગઈ. વિશ્વાસ આવતો ન હતો. પછી એણે બીજા લોકોને જોયા. બધા દરબારી હતા. રાજ પુરોહિતને તો એણે તરત ઓળખી લીધો.પછી પ્રધાન પાછા ફર્યાં. આખુ વાતાવરણ એને ભયાનક લાગતું હતું. સાંય સાંય કરતી હવા અને ઉંઘા લટકતા માણસો ના શ્વાસ....
એ ચકિત હતો પણ ખુશ હતો.
એને કુલના ઉદ્દગમ અને ઉત્પત્તિની જાણ થઈ ગઈ.
નદી યાત્રા સંમાપ્ત કરી એ પાછો આવી ગયો અને પ્રસન્નતાથી એણે વિક્રમને બધી વાત કરી.
આ સાંભળીને વિક્રમ હસ્યો-“પહેલો લટકત માણસ હું હતો. એ મારો પૂર્વજન્મ છે. એની તપસ્યાના પરિણામે મેં રાજપદ, યશ, માન 'પ્રાપ્ત કર્યા છે. બાકીના મારા આ વીસ દરબારી છે. તારી પત્ની કહેતી હતી કે મેં મારા ભાઈની હત્યા કરીને રાજય મેળવ્યું છે. એટલે મેં તને પ્રધાનપદ પરથી દુર કરી આ દશ્ય દેખાડયું છે. સમજ્યા વિચાર્યા , વગર કોઈ પર આરોપ મુકવો એ ઠીક ન ગણાય.
પ્રધાન ચુપ થઈ ગયો.
'હવે તું પ્રધાનપદ સંભાળી લે' વિક્રમે કહ્યું. હે રાજા ભોજ પ્રધાન વિક્રમનો જય જયકાર
કરવા લાગ્યો આવો હતો. વિક્રમ પોતાના પુર્વ જન્મના સંસ્કારોના કારણે એ આવો તપસ્વી સમ્રાટ બન્યો હતો. તારામાં આવો કોઈ એક પણ ગુણ છે તો આ સિંહાસન પર બેસ.....
આટલુ કહીને પુતળી, આકાશમાં ઉડી ગઈ.
૨૪. જયલક્ષ્મીની વાર્તા
રાજા ભોજે સિંહાસન પર બેસવાની તૈયારી કરી ત્યાંજ જયલક્ષ્મી નામની પુતળી બોલી ઉઠી.
'હે રાજા મારી વાત સાંભળ્યા પછી જ આ સિંહાસન પર બેસવાનો વિચાર કરજે.’
ચારણગઢમાં એક ભાટ રહેતો હતો. પેઢી દર પેઢીથી ચાલ્યો આવતો ધંધો કરતો લોકોના ગુણગાન ગાઈ એમની પાસેથી ધન પ્રાપ્ત કરી પોતાનું ગુજરાન ચલાવતો. જે મળે એ ખાઈ પીને એજ દિવસ ખત્મ કરી નાંખતો અને બીજી સવારે ખાલી હાથે નીકળી પડતો. એના આ વ્યવહારથી એની પત્ની અત્યંત દુઃખી રહેતી. એ બીજા દિવસ માટે એક પણ પૈસો ન બચવા દેતો. બધું વાપરી નાખ્યા
પછી કહેતો ‘જેણે મોઢુ આપ્યું છે એ ખાવાનું પણ આપશે.’
ભાટની પત્ની ઘણી દુઃખી રહેતી.
એની એક બેટી હતી. બેટી જવાન થતી જતી હતી. ચિંતા એ વાતની સત્તાવતી હતી કે બેટીના લગ્ન કઈ રીતે થશે? ભાટને એની ચિંતા ન હતી.
સમય વીતતો ગયો. ભાટનું વર્તન ન બદલાયુ. બેટી વિવાહ લાયક થઈ ગઈ. ભાટની પત્નીએ રડી રડીને કહેવાનું શરૂ કર્યું-
'બેટીના લગ્નની ચિંતા તો કરો. જે કમાવ છો એ બધું ખાઈ જાવ છો. કઈ રીતે થશે લગ્ન?’
‘ચિંતા. ન કરો એ પણ થઈ જશે.’
'પણ કાંઈક તો કરો. ક્યાં સુધી જવાન બેટીને ઘરમાં કુંવારી બેસાડશો ?’
ખુબ કહ્યા પછી ભાટ પર અસર થઈ. એ બેટીના લગ્ન માટે પૈસા મેળવવા નિકળી પડયો. કેટલાય રાજ્યમાં ગયો દાનવીર શેઠની મદદ મેળવી. પણ જ્યારે ત્રણ ચાર મહીના પછી પાછો ફર્યો ત્યારે રસ્તામાં બધું ખાઈ-પીને ખત્મ કરી નાખ્યું.
ખાલી હાથે પાછો આવ્યો.
પત્નીએ પૂછ્યું'શું' લાવ્યા ?'
ભાટે બધો હિસાબ આપી દીધો. કોની પાસેથી શું શું માગ્યુ અને છેલ્લે કહ્યું-' રસ્તામાં ખાઈ પીને બધું બરાબર થઈ ગયું. કાંઈ ન બચ્યું.
ભાટની પત્નીએ લમણે હાથ દીધો-હે ભગવાન હવે શું થશે ?
‘ગભરાઈશ નહી' ભાટ બોલ્યો-'હજુ એક મહા દાની રાજા વિક્રમ છે. એની પાસે તો ગયો જ નથી. એ એકવારમાં એટલુ ધન આપશે કે લગ્ન થઈ જશે.’
ભાટની પત્ની કાંઈ ન બોલી.
ભાટ વિક્રમના દરબારમાં આવ્યો અને પોતાની ગરીબીનું વર્ણન કરી મદદ માગી. તે વિક્રમ બોલ્યો-
'પ્રધાનજી, તમે તમારી કન્યાના લગ્ન જેટલું ખર્ચ આ ભાટને આપી દો.
ભાટ પ્રસન્ન થઈ ગયો પણ નમ્રતાથી બોલ્યો-અન્નદાતા એક પ્રાર્થના છે. તમે આ દાન તમારા હાથે આપવાની કૃપા કરો.’
વિક્રમે એને પોતાના હાથે દશ લાખ સોના-મહોર આપી પછી પુછયું- એ જણાવ તે મારા હાથે લેવાની જીદ શા માટે કરી ?'
'મહારાજ તમે પ્રધાનજીને કહ્યુ કે તમારી બેટીના લગ્ન જેટલું ધન આપી દો. પ્રધાન પોતાની હસિયતથી આપત. એટલે તમારા હાથે લીધુ. તમે તમારી હેસિયતથી આપો. એજ બન્યુ બધા માણસોની વિચારવાની, કામ કરવાની, વ્યવહારની પોતાની રીત હોય છે. ભાટ હોવાના કારણે હું આ વાત જાણું છું.'
વિક્રમ ઘણો પ્રસન્ન થયો છતાં એણે ભાટની પાછળ ગુપ્ત ચરોને મોકલ્યા. જેથી જાણ થાય કે ભાટ એ ધનનુ શું કરે છે.
ભાટે ધામધૂમથી બેટીના લગ્ન કર્યા. બધુ દાન વાપરી નાંખ્યું. એક પૈસો પણ ન બચાવ્યો. બેટી વિદાય થઈ. ત્યારે ભાટ પાસે બીજા દિવસે ખાવા પણ ન હતું. એ ફરી કમાવા નિકળી ગયો.
વિક્રમને ખબર પડી. એણે પ્રસન્ન થઈને પાંચ ગામ ભેટ આપ્યા. જેથી એનું ગુજરાન ચાલે.
'હે રાજા ભોજ, આવો હતો રાજા વિક્રમ...-તારામાં આવી યોગ્યતા છે. ?
આટલુ કહીને જયલક્ષ્મી આકાશમાં ઉડી ગઈ.
૨૫. કૌતુક રેખાની વાર્તા
કૌતુક રેખા નામની પુતળી એ રાજા ભોજને વિક્રમની કથા સંભળાવતા કહ્યું 'એક દિવસ રાજા વિક્રમ વેશપલટો કરી દિવસના સમયે નગરચર્ચા જોવા નિકળ્યો. ફરતો ફરતો એ ક્ષિપ્રા નદીના કાંઠે આવ્યો. ત્યાં લોકો સ્નાન કરતા હતા. યુવક-યુવતિઓ અને બાળકો નદીમાં તરતા હતા.
અચાનક એની નજર એક યુવક પર પડી.
એક યુવતી એની સાથે તરી રહી હતી પણ બન્ને એક બીજાને જોઈ જોઈને હસતા હતા એમની આંખો અને હાવભાવથી સ્પષ્ટ હતું. કે બન્ને પ્રેમાલાપ કરી રહ્યા છે. બન્નેનું વર્તન જોઈ વિક્રમને એટલો વિશ્વાસ તો થઈ ગયો કે એ બન્ને પતિ પત્ની નથી. યુવતી ઘણી સુંદર હતી. યુવક પણ આકર્ષક હતો.
બન્ને ઘણા સમય સુધી તરતા રહ્યા અને પ્રેમાલાપ કરતા રહ્યા.
પછી બહાર આવ્યા.
સાથે સાથે ચાલતા થયા.
રાજા વિક્રમ એમની પાછળ ચાાલતો રહ્યો.
આગળ જતા યુવતી બીજા રસ્તે ચાલી ગઈ. યુવક જોતો રહ્યો. જયારે એ ઓઝલ થઈ ગઈ ત્યારે યુવક ઠંડી આહ ભરી આગળ વધી ગયો.
વિક્રમે એક સૈનિકને એ યુવકને પકડીને દરબારમાં લાવવાનો હુકમ કર્યો. સૈનિક યુવકને પકડી લાવ્યો યુવક ઘણો ડરી ગયો હતો પણ વિક્રમે એને આશ્વાસન આપી બધું જાણી લીધું કે એ યુવતી કોણ છે ? શું છે ? શું વાતો થઈ હતી ? બધુ જાણીને વિક્રમે એને પોતાના મહેલમાં જ રાત રોક્યો અને મધરાત પછી એ. યુવાનનો વેશ લઈ ચાલતો થયો.
વિક્રમ એ યુવાનના ઘેર આવ્યો. અમાસની રાત હતી. એ યુવતી પાછલા દ્વારે ઉભી ઉભી રાહ જોતી હતી. વિક્રમ એની પાસે જઈને ધીરેથી બોલ્યો-'ચાલ'
યુવતી પ્રસન્ન થઈ ગઈ. એના હાથમાં ઘરેણા-ની પોટલી હતી. થોડે દુર ગયા પછી વિક્રમ બોલ્યો. ‘તું મારી સાથે ભાગી નિકળી છે. પણ તારા પતિનું શું થશે.??
‘તરફડશે બીજું શું ?'
'ના આપણા માટે એ જોખમ છે.’
‘તો શું કરવું ?'
'તું એક કામ કર અત્યારે એ ઘસઘસાટ ઉંઘતો હશે તે એને બેહોશીની દવા તો આપી છે ને ?”
.
અત્યારે એ તને કાંઈ નહીં કરી શકે. તું સરળતાથી એની ગરદન ધડથી અલગ કરી શકે છે. *વિક્રમે તલવાર એને આપી-’ એનું કામ તમામ,
યુવતી ખચકાવા લાગી તો વિક્રમે પ્યારના સોગંદ આપ્યા એ માની ગઈ અને ઘેર જઈ પતિનુ માથુ કાપી નાખ્યું.
પછી પાછી આવી.
ઘરેણાની પોટલી વિક્રમ પાસે હતી. એ વિક્રમને પોતાનો પ્રેમી યુવાન જ માની રહી હતી.
થોડે આગળ જતા વિક્રમ બોલ્યો-
‘તું અહીં થોભ. હું મારો ઘોડો લઈને આવુ છું પછી જલ્દી જવાય.”
યુવતી માની ગઈ.
વિક્રમ ઘોડો લાવવાનું બહાનું કાઢી મહેલે પાછો આવ્યો અને નિરાંતે સુઈ ગયો.
બીજા દિવસે દરબાર ભરાયો. થોડીવાર પછી એક યુવતી રડતી-કકળતી આવી અને વિલાપ કરવા લાગી.
‘મહારાજ, કાલે રાતે મારા ઘરમાં ચોર આવ્યા. મારા પતિને મારી નાખ્યો. બધા ઘરેણું ચોરી ગયા.'
આ યુવતી બીજી કોઈ નહીં એજ સુંદરી
'સારૂ ચોરનો પત્તો હું લગાવીશ.' વિક્રમે કહ્યું-' હવે તું શું કરીશ ?’
' ‘અન્નદાતા... હું મારા પતિ સાથે સતી થઇશ.
'સારૂ....' વિક્રમ બોલ્યો તુ સતી થાય. 'એ હું પણ જોઈશ.’
ત્યારબાદ ચિતા ખડકવામાં આવી. એ સુંદરી સતી થવા માટે ચિતા પર બેસી ગઈ ત્યારે વિક્રમ એની પાસે ગયો. પોટલીના ઘરેણા દેખાડતા બોલ્યો- કે સતી આ ઘરેણા તારા છે ?'
યુવતી ચોંકી'હા અન્નદાતા પણ પણ ક્યાં મળ્યા ? શું હત્યારો ચોર પકડાઈ ગયો -? તમારો જય હો મહારાજ....'
વિક્રમનો ચહેરો તમતમી ગયો'હત્યા તો તે કરી છે. સ્ત્રીયા ચરિત્ર દેખાડે છે ? તું પ્રેમી સાથે ભાગી. પતિને માર્યો. પ્રેમી દગો દઈને ભાગી ગયો. હવે નાટક કરે છે ?”
-
સુંદરીનો ચહેરો ધોળી પૂણી જેવો થઈ ગયો.
વિક્રમે એને જીવતી બાળી દીધી.
હે રાજા ભોજ, એ યુવતી પોતાની ફરિયાદ લઈને આવેત તો તું એની વાસ્તતિકતા જાણી ,શકત ? શું તું સ્ત્રીયા ચરિત્રને જાણી શકત ? સ્ત્રીયાચરિત્રને જાણવા વાળો જ સાચો રાજા અને પ્રજાપાલક હોય છે. શું તારામાં આવા ગુણ છે ?'
ભોજ આ પ્રશ્નનો જવાબ ન આપી શક્યો. એ પુતળી હસતી હસતી આકાશમાં ઉડી ગઈ.
ર૬. વિદ્યાવતીની વાર્તા
જેવો રાજા ભોજ સિંહાસન તરફ ફર્યો કે તરત વિદ્યાવતીની નામની એક પુતળી બોલી- 'હે ભોજ વિક્રમની એક કથા સાંભળ્યા પછી જ તું આ સિંહાસન પર બેસવાનો વિચાર કરજે.
એક વાર રાજા વિક્રમ નગર ચર્ચા જોવા નિકળ્યો. રસ્તામાં એક નનામી જોતા દિલમાં વૈરાગ જાગ્યો. આ સંસાર એને અસાર લાગ્યો. એને લાગ્યું કે નથી એણે તપસ્યા કરી કે નથી ભગવાનનું ભજન કર્યું. રાજલોભમાં પડીને વ્યથૅ જીવન ગુમાવ્યુ. હવે પરલોક સુધારવો જોઈએ.
વિક્રમ તો પ્રધાનને કારભાર સોંપી કોઈને કાંઈ કહ્યા-કારવ્યા વગર જંગલમાં ગયો અને કઠોર તપસ્યા કરવા લાગ્યો. શરૂઆતમાં એક ટંક ખાતો પછી એ પણ છોડી દીધુ. ફકત ફળ કુલ ખાવા લાગ્યો. પછી ફળ જળપાન જ કરતો.
આ કઠોર તપસ્યાના કારણે એનું શરીર ઘણું દુર્બળ થઈ ગયું. સાધારણ કામ કરવામાં, ઉઠવા-બેસવામાં પણ કષ્ટ થવા લાગ્યુ.
* જયાં વિક્રમ તપસ્યા કરતો હતો ત્યાં બીજા તપસ્વી પણ આવ્યા અને પોત પોતાની રીતે તપસ્યા કરવા લાગ્યા. કોઈ એક પગ પર ઉભા હતા. કોઇએ એક હાથ ઉંચો રાખ્યો. કોઈ કાંટા પર સુતુ તો કોઈ ગરદન સુધી રેતીમાં દટાઈ ગયા. આસપાસના વાતાવરણમાં સર્વત્ર ભગવાનના નામની ધૂન હતી.
થોડા સમય પછી વિક્રમે જળનો પણ ત્યાગ કર્યો.
હવે એ નિરાહાર તપસ્યા કરવા લાગ્યો. આ કારણે એ વધુ કમજોર થઈ ગયો.
વિક્રમને એની ચિંતા ન હતી. એ ઈશ્વરનું નામ જપતા જપતા જ પોતાના પ્રાણ આપી દેવા ઇચ્છતો હતો એ આ રીતે મૃત્યુ પછી પોતાનો પરલોક સુધારવા ઈચ્છતો હતો. એની દશા એવી
થઈ ગઈ હતી કે એને ઓળખવાનું પણ મુશ્કેલ હતુ. એને જોઈને કોઈ કહી ન શકે કે આ મહા પ્રતાપી રાજા વિક્રમ છે.
રાજાની બાજુમાં જ તપસ્યા કરવાવાળા એક તપસ્વીએ યોગના બળે જાણી લીધું કે આ રાજા વિક્રમ છે. એને પુછ્યું ‘રાજન્ આટલી કઠોર તપસ્યા શા માટે કરી રહ્યા છો ?
'મુક્તિ માટે કાંઈક તો પરલોક સુધાર....’ *રાજા' તપસ્યા કરવી એ રાજાઓનું કામ નથી. રાજાએ તો પોતાનું રાજકાજ જોવું જોઈએ....’
એ બધી માયાજાળ છે. હું એમાંથી છુટ-કારે મેળવવા ઈચ્છુ છું.’
તપસ્વીએ આગળ કાંઈ ન કહ્યું.
વિક્રમ તપસ્યા કરતો રહ્યો. એક દિવસ બેભાન થઈ ગયો. ધણા સમયે ભાનમાં આવ્યો. હવે તપસ્વીથી ન રહેવાયું. એ કહેવા લાગ્યો હે રાજા, આવી તપસ્યા તમને ન શોભે. કર્મ અને તપસ્યામાં તમે શું ફર્ક માનો છો?'
‘કર્મનું સ્થાન જુદુ છે. તપસ્યાનું જુદું.? 'ના રાજન્…….બન્નેનું સમાન છે. કર્મ દ્વારા
પણ મનુષ્ય પોતાનો પરલોક સુધારી શકે છે.”
આટલુ કહીને તપસ્વીએ પોતાના યોગના બળે વિક્રમની સામે યમલોકનું દશ્ય ઉપસ્થિત કરી દીધું. યમરાજ પોતાના દૂતોને પુછી રહ્યા હતા.
‘આના કર્મ કેવા હતા ?”
‘એના લેખા ચિત્રગુપ્ત પાસે હશે.’
'સારા કર્મોના લેખા હોય તો સ્વર્ગના દ્વાર ખોલી દેજો અને કર્મ સારા નર્કમાં, ધકેલી દેજો....’ હોય તો
આ દૃશ્ય જોઈ વિક્રમે તપસ્વીના પગ પકડી લીધા અને બોલ્યા—મહાત્મા તમે મારી આંખો ખોલી નાખી. હવે હું સારા કર્મ જ કરીશ.'
વિક્રમ તપસ્યા છોડી રાજા મહેલમાં પાછો આવ્યો.
હે રાજા ભોજ, વિક્રમે આ રીતે પોતાના જીવનમાં દરેક વાત અજમાવી જોતો. શું તારા કર્મ આવા છે? જો છે તો વિક્રમના આ સિંહાસન પર બેસ નહીતર દૂર રહે....' કહીને એ પુતળી પણ આકાશ તરફ ઉડી ગઈ.
આગળની પુતળી ની વાતાૅ માટે અહીં ક્લીક કરો.>>>@
પાછળ ની પુતળી ની વાતાૅ માટે અહીં ક્લીક કરો.>>>@
No comments:
Post a Comment