૧૫. મલયવતીની વાર્તા
શુભ મૂહતેૅ સિંહાસન પર આરૂઢ થવા તૈયાર થયેલા ભોજને રોકતા મલયવતી બોલી-'એકવાર રાજા વિક્રમ પોતાનું રાજપાટ પ્રધાનને સોંપી તીર્થયાત્રા કરવા નીકળ્યો.
આ પ્રધાનને બે રાણી હતી. એમાંથી નાની રાણીને પ્રધાન બહુ સ્નેહ કરતો. સતત પોતાની સાથે રાખતો.
હવે બન્યુ એવું કે એક ચિત્રકાર દરબારમાં આવ્યો. એણે પ્રધાનને એક એકથી ચઢે એવા ચિત્ર દેખાડયા. બધા ચિત્ર એકદમ સજીવ લાગતા હતા.
ચિત્રો જોઈને બધા દરબારીઓ મુગ્ધ થઈ ગયા.
પ્રધાને પણ ચિત્રકારની કલાના વખાણ કરતાં કહ્યું- 'તુ જો મને મારી રાણીનું ચિત્ર બનાવી આપે તો હું માનુ....'
'અવશ્ય બનાવી આપું પણ એ માટે મારે એકવાર તમારી રાણીને જોવી પડે.' ચિત્રકારે કહ્યું.
પ્રધાને પોતાની પ્રિય રાણીની એક ઝલક ચિત્રકારને દેખાડી. ત્યાર બાદ ચિત્રકાર એકાંતમાં ચિત્ર બનાવવા લાગ્યો. ત્યાં કોઈ ન જઈ શકતું.
ચાર દિવસમાં તો ચિત્રકારે એવુ હુબહુ ચિત્ર બનાવી આપ્યું કે જાણે સજીવ હોય. બધા વાહ વાહ કરવા લાગ્યા.
પ્રધાન પણ ખુશ થઈ ગયો અને બીજા દિવસે ચિત્રકારને મોટું ઇનામ આપવાની ઘોષણા કરી. ચિત્ર મહેલે લઈ ગયો.મહેલે જઈ પ્રધાન ધ્યાનથી ચિત્ર જોવા લાગ્યો.
ચિત્રમાં એની નજર રાણીની ડાબી જાંઘ પર પડી. જાઘ પર મોટો તલ જોતાંજ એ ચોંકયો.
વાસ્તવમાં એવોજ તલ રાણીની જાંઘ પર બરાબર એજ જગ્યાએ હતો. પ્રધાન વિચારવા લાગ્યો કે શું ચિત્રકારે રાણીની જાંઘ ખોલીને જોઈ છે?
જોયા વગર ચિત્ર કઈ રીતે બનાવ્યું ? પ્રધાનને શંકા પડી. તરત ચિત્રકારને બોલાવ્યો.
‘જાંઘ પર શું બનાવ્યું છે?'
‘તલ છે અન્નદાતા....'
ते?' ‘તને ક્યાંથી ખબર ? કઈ રીતે બનાવ્યો
ચિત્રકાર ચુપ રહ્યો.
'મારી રાણીની જાંઘ પર તલ છે એની તને ક્યાંથી ખબર પડી ? પાપી. ચરિત્રહીન... પારકી સ્ત્રીની જાંઘ જુવે છે?'
ક્રોધે ભરાયેલા પ્રધાને હુકમ કર્યો કે ચિત્રકારનું માથુ કાપીને જંગલમાં ફેંકી દો અને એની આંખો કાઢીને મારી પાસે લાવો.
હું એને જોડાથી મસળીશ.સૈનિકો ચિત્રકારને પકડીને જંગલમાં લઈ ગયા. ઈનામના બદલે મોત મળ્યું.
જંગલમાં ગયા પછી બધા સૈનિકોએ મળીને નક્કી કર્યું કે રાજા વિક્રમ આવે ત્યાં સુધી ચિત્રકારને સજા ન કરવી.
વિક્રમને બધી વાત કરી. એ જેમ કહે તેમ કરવું એક સૈનિકે ચિત્રકારને પોતાના ઘેર રાખ્યો અને હરણને મારી એની આંખો
આપી દીધી.
આ વાતને થોડા દિવસ વીતી ગયા. એક દિવસ પ્રધાનનો પુત્ર જંગલમાં ફરવા /
ગયો. ફરતાં ફરતા ભુલો પડયો. સાંજ પડી ગઈ ત્યાં એની નજર એક સિંહ પર પડી. એ ગભરાઈને ભાગ્યો અને એક વૃક્ષ પર ચઢી ગયો.
વૃક્ષ પર એક રીંછ હતુ. રીંછને જોતાં એ ગભરાયો. ત્યાંજ રીંછ બોલ્યુ 'આરામથી બેસ. સિંહ ચાલ્યો જાય પછી ઉતરી જજે. હું તને નહીં ખાઉં.
નીચેથી સિંહે ગર્જના કરીને રીંછને પોતાનો શિકાર નીચે પાડવા કહ્યું પણ રીંછ ન માન્યુ એ બોલ્યું-આ મારા શરણે આવ્યો છે.”
સિંહ તો. ઝાડ નીચે બેસી ગયો. રીંછ અને પ્રધાનપુત્ર સંકટમાં પડી ગયા રાત પડી ગઈ ત્યારે રીંછ બોલ્યુ 'એમ' કર, તું પહેરો ભર હું સુઈ જાઉં છું પછી તું ઉંઘજે,
હું પહેરો ભરીશ.' રીંછ સુઈ ગયું.
પ્રધાનપુત્ર જાગતો રહ્યો. રીંછ ઘસઘસાટ ઉંઘી ગયું તો નીચે બેઠેલો સિંહ બોલ્યો-“તું રીંછને નીચે પાડી દે હું એને ખાઈને ચાલ્યો
જઈશ.’ પ્રધાનપુત્ર માની ગયો. એણે રીંછને ધકકો મારી દીધો. રીંછ પડયુ પણ વચ્ચે એક ડાળ પકડી લેતા ગર્જના કરી- માનવ જાતનો કોઈ ભરોસો નથી.
તેં મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. એની સજા મળશે.’
રીંછે પ્રથાનપુત્રના કાનમાં પેશાબ કર્યો એજ વખતે પ્રધાનપુત્ર મુંગો બહેરો બની ગયો. રીંછના પેશાબથી ડરીને સિંહ પણ ડરીને ચાલ્યો ગયો.
પ્રધાનપુત્ર રડતો રડતો ઘેર આવ્યો હાહાકાર મચી ગયો.
મોટા મોટા વૈદને બોલાવાયા પણ કોઈની કારીગરી ન ફાવી. ત્યારે પ્રધાને ઢંઢેરો પીટાવ્યો કે જે એના બેટાને સાજો કરશે એને લાખ સોના મહોરનું ઇનામ મળશે..
સૈનિકના ઘરમાં છુપાયેલા ચિત્રકારે આ ઢંઢેરો સાંભળીને સૈનિકને કહ્યું- 'હું એનો ઈલોજ કરીશ. પ્રધાન મને ઓળખી ન શકે એ માટે હું સ્ત્રી વેશે જઈશ.’
સૈનિક ચિત્રકારને પર્દાવાળી વહુ બનાવી પ્રધાન પાસે લઈ ગયો અને કહ્યું-આ વહુ ઇલાજ જાણે છે પણ એક શર્ત છે. આનું મોં નહીં જેવાનું.
પ્રધાને હા પાડી. ચિત્રકારે પોતાના ઈલાજ દ્વારા પ્રધાન પુત્રને સાજો કરી દીધો. પ્રધાને ખુશ થઈ ઈનામ આપતા કહ્યું- 'જે કાંઈ માગવું હોય એ માગ.’
ચિત્રકારે તરત પર્દો હટાવી દીધો. પ્રધાન ચોંકયો-'તું ?’
'હાં અન્નદાતા, તમે વિચાર્યા વગર મને મારી નાખવાનો આદેશ દીધો હતો. તમારે સમજી વિચારીને નિર્ણય કરવો હતો જે રીતે મેં મારી સાધનાથી
તમારા પુત્રને સાજો કર્યો છે એજ રીતે રાણીના તલ વિષે જાણ્યું હતું. જો મને મારી. નાખ્યો હોત તો તમારાં પુત્રની આજ શી દશા થાત?'
'ભૂલ થઈ ગઈ ચિત્રકાર ક્ષમા કર...' પ્રધાને માફી માગતા કહ્યું-રાજા વિક્રમ હોત તો કદાપિ આવી ભુલ ન થાત.'
હે રાજા ભોજ તારામાં આવા ગુણ છે ? આટલું કહીને મલયવતી આકાશમાં ઉડી ગઈ.
૧૬. સુંદરીની વાર્તા
સુંદરી નામની પુતળી કહેવા લાગી. ‘વિક્રમના રાજમાં બધા સુખેથી રહેતા હતા.
નગરમાં એક શેઠ હતો.
શેઠને એક પુત્ર હતો.
પુત્ર વિવાહને લાયક થતા શેઠે એક બ્રાહ્મણને બોલાવી પુત્રને લાયક કન્યા શોધવા કહ્યું. બ્રાહ્મણ તો ખભે ખડિયો નાખી ચાલતો થયો.
ફરતો ફરતો આ બ્રાહ્મણ એક ગામમાં આવ્યો. ધર્મશાળામાં રાત વાસો કયો. ત્યાં એને એક બીજો બ્રાહ્મણ મળ્યો. એ કોઈ શેઠની પુત્રી માટે મુરતિયો શોધવા નિકળ્યો હતો.
સંયોગ એવો બેઠો કે બન્નેએ એક બીજાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો.
સંબંધ પાકકો કરી બ્રાહ્મણ પાછો ફર્યો. લગ્નની તિથિ નકકી થઈ. કન્યાના પિતાને જાણ કરવા માટે બ્રાહ્મણને મોકલાયો. બ્રાહ્મણને રસ્તામાં ડાકુઓની ટોળકીએ પકડી લીધો અને બાનમાં રાખ્યો. બ્રાહ્મણ ખુબ કરગર્યો પણ ડાકુ ન માન્યા. લગ્નની તિથિ નજીક આવતી જતી હતી. એવામાં તોફાન આવ્યું. આ તોફાનનો લાભ લઈ બ્રાહ્મણ ભાગી છુટયો. પડતો, આખડતો, ભુખ્યો તરસ્યો પાછો આવ્યો. આવીને શેઠને બધી વાત કરી.
શેઠ સંકટમાં પડી ગયા.
લગ્ન આડે ફક્ત બે દિવસ હતા. રસ્તો ચાર દિવસનો હતો. હવે શું થાય?
કન્યા પક્ષે બધી વ્યવસ્થા કરી રાખી હશે. યોકકસ તિથિ પર જાન આવશે અને જાન ન આવે તો કન્યા પક્ષની શું દશા થાય? કન્યાની બદનામી થાય.
શેઠ ગભરાઈ ગયા.
ત્યાંજ બ્રાહ્મણ બોલ્યો-'ચાલો આપણે રાજા વિક્રમની સલાહ લઈએ.
બંને વિક્રમ પાસે આવ્યા. બધી વાત કરી. વિક્રમ પાસે ઉડણ ખાટલો હતો. પળવારમાં ધારેલી જગ્યાએ પહોંચાડી દે. તરત રાજા વિક્રય બ્રાહ્મણ અને શેઠને ઉડણખાટલા પર બેસાડી પળવારમાં કન્યાના ઘેર પહોંચાડી દીધા.
શેઠે વિક્રમના પગ પકડી લેતા કહ્યું રાજા તમે લગ્નમાં સામેલ થાવ. તમે મારા પર ઘણો ઉપકાર કર્યો છે. એક નિર્દોષ કન્યાનું જીવન બચાવ્યું છે.
વિક્રમે શેઠની પ્રાર્થના સ્વીકારી.
ધામધૂમથી લગ્ન થયા.
હે રાજા ભોજ 'શું તેં તારા રાજના કોઈ સાધારણ નાગરિકને આ રીતે મદદ કરી છે? તે કરી હોય તો, આ સિંહાસન પર બેસજે.
આટલું કહીને સુંદરી આકાશમાં ગઈ.
૧૭. સત્યવતીની વાર્તા
‘જેનો આત્મા શુદ્ધ રહે છે. એ દરેક પરીક્ષામાંથી પાર ઉતરે છે. મનુષ્ય પોતાનું અંતઃ કરણ નિર્મળ રાખવું જોઈએ. દ્વેષ, લોભ, કામ, ક્રોધ, મદથી રહિત મનુષ્ય જ જીવનનું સાચુ સુખ પામે છે. રાજા ભોજ, શું તારુ અંતઃકરણ આટલું નિર્મળ છે? જો હોય તો આ સિંહાસન પર બેશ
સત્યવતીએ રાજા ભોજને રોકીને જે કથા સંભળાવી, તે આ રીતે છે.
એક વનમાં બે તપસ્વી હતા. એમાંથી એક - તપસ્વી ઘણી વાર રાજા વિક્રમના વખાણ કરતા કહેતો 'રાજા વિક્રમ પાસે આપણા તપજપનું
કાંઈ મહત્ત્વ નથી. એણે બધાને પાછળ રાખી દીધા છે.
‘એનામાં એવું શું છે?'
‘તું પોતે જ પરખ કરી લે'
બંને રાજા વિક્રમની પરીક્ષા લેવા નિકળ્યા.
ઘોર જંગલમાં એક નાગ સામે મળ્યો. અને તપસ્વીને પ્રણામ કર્યાં. તપસ્વીએ આશીર્વાદ આપતા પૂછયું--
“નાગરાજ, કયાં જાવ છો ?’
'શેષનાગના દર્શન કરવા....’
'અમે દર્શન કરી શકીએ ?'
‘જરૂર આવો મારી સાથે’
નાગ એ બન્નેને માનભેર પાતાળમાં લઇ ગયો. પાતાળલોકનો વૈભવ જોઈ બન્ને દંગ રહી ગયા. આખું પાતાળ હીરા, માણેક, ઝવેરાતથી ઝગમગતું
હતુ તેઓ શેષનાગ પાસે આવ્યા. શેષનાગે બન્ને તપસ્વીઓનું સ્વાગત કર્યું. તપસ્વીએ આશીર્વાદ આપ્યા.
આખી રાત પાતાળમાં રોકાઈ સવારે વિદાય માગી ત્યારે શેષનાગે એમને ચાર માણેક આપતા કહ્યુ
'આ ઘણા ચમત્કારી માણેક છે. પહેલું માણેક જેની પાસે રહેશે એના ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહેશે. બીજા માણેકમાં હાથી ઘોડા ઝુલતા રાખવાનો ગુણ છે. ત્રીજુ માણેક આભૂષણોને ગુણુ ધરાવે છે. અને ચોથું માણેક મોક્ષ આપનારૂં છે. તમે તો તપસ્વી છો. કોઈ યોગ્ય વ્યક્તિને આપી દેજો.
બંને તપસ્વી આભાર માની પૃથ્વી લોક પર આવ્યા અને વિચારવા લાગ્યા કે આ ચારે માણેક રાજા વિક્રમને ભેટ આપી રાજા એનું શું કરે છે એ જોવું.
થોડા દિવસ પછી બન્ને વિક્રમના દરબારમાં આવ્યા વિક્રમે બંનેનું સ્વાગત કરતા પૂછ્યું.-"આજ્ઞા કરો તમારી શી સેવા કરૂ ?'
'હે રાજા તમને જોવાની ઘણી ઈચ્છા હતી. અમે તપસ્વી છીએ. અમારી કોઇ જરૂરિયાત નથી.
પછી બંન્ને તપસ્વીએ વિક્રમને ચારે માણેક આપી એનાગુણ જણાવ્યા. વિક્રમે કૃતજ્ઞતા વ્યક્તકરી.
તપસ્વી રાજાની નગરીમાં જ રોકાયા. રાજા એ માણેકનું શું કરે છે એ તેઓ જોવા ઈચ્છતા હતા.
વિક્રમ રાતે નગરચર્ચા જોવા નીકળ્યો ફરતા
ફરતા એક ઘર પાસે આવ્યો. ઘરમાં ઝગડો ચાલતો હતો. થોડી વારે ગૃહસ્વામી બહાર આવ્યો ત્યારે વિક્રમે પૂછયું 'શું વાત છે ?'
‘આ લોકોની જરૂરિયાતો પુરી કરતા કરતા દમ નીકળી જાય છે.'
'એક કામ કર મારી પાસે ચાર માણેક છે. એક તું લઈલે ! કહીને વિક્રમે ચારે માણેકના ગુણ જણાવી દીધા.
“હું પુંછીને આવું છું' કહીને ગૃહસ્વામી અંદર ગયો. જઈને વાત કરી.
'આભૂષણો વાળું માણેક લઈ લો” પત્ની બોલી.
“હાથી ઘોડા વાળુ રાખી લો. હું વેપાર કરીશ.’ પુત્ર બોલ્યો.
‘લક્ષ્મી વાળું રાખી લો’ વહુ બોલી.
“હું મોક્ષવાળુ રાખવા ઇચ્છુ છુ' ગૃહસ્વામીએ
વિવાદ જાગ્યો. ગ્રહસ્વામીએ બહાર આવી રાજાને બધી વાત કરી, આ સાંભળીને વિક્રમ હસતા હસતા બોલ્યો- ‘તું ચારે માણેક રાખી લે.’
વિક્રમે ચારે માણેક આપી દીધા.બન્ને તપસ્વીને આ વાતની ખબર પડતાં જ તેઓ માની ગયા કે વિક્રમ વાસ્તવમાં મહાન છે.
'હે રાજા ભોજ ! તું આવો ઉદાર છે ? જો હોય તો આ સિંહાસન પર બેસ. હું તો આ ચાલી' કહીને સત્યવતી આકાશમાં ઉડી ગઈ.
૧૮. રૂપલેખાની વાર્તા
રૂપલેખા નામની પુતળી કહેવા લાગી "આ સિંહાસન પર બેસવાની ઇચ્છા રાખવાવાળા હે રાજા ભોજ સાંભળ. એક દિવસ રાજા વિક્રમના દરબારમાં બે માણસ આવ્યા. એમનામાં પરસ્પર વિવાદ ચાલતો હતો. એક કહેતો હતો કે જ્ઞાન મોટું બીજા કહેતો હતો કે મન મોટું બન્ને નિર્ણય કરી શકતા ન હતા. વિવાદ વધતો ગયો. અંતે બન્ને રાજા વિક્રમ પાસે નિર્ણય કરાવવા આવ્યા.
વિક્રમે બન્નેની વાત સાંભળી.
'રાજન; જ્ઞાન વગર ભલા મન શું કરી શકે ? જ્યારે લોકોને જ્ઞાન છે કે રાજા વિક્રમના રાજમાં અપરાધ કરવા માટે સખત દંડ મળે છે,
તો અપરાધી પોતાના મનનું કહ્યું નથી માની શકતો. આ રીતે જ્ઞાન મનથી મોટુ અને પ્રબળ છે.’
બીજો વ્યક્તિ બોલ્યો "મનથી જ્ઞાન ઉત્પન્ન થાય છે અન્નદાતા. જો મન ન ઈચ્છે તો ભલા કોણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે ? તમારૂ મન ન હોય તો ભલા તમે પ્રજાનું કલ્યાણ કરી શકો ? એટલે મનથી જ્ઞાન નાનું છે. મન જ્ઞાનથી મોટુ છે.
રાજા વિક્રમે કહ્યું-
‘તમે એક સપ્તાહ પછી આવજો, નિર્ણય મળી જશે.
* બંન્ને ચાલ્યા ગયા.
રાજા વિક્રમ બંન્નેની વાત પર વિચાર કરવા લાગ્યો. એ પણ નિર્ણય કરી શકતો ન હતો. મન મોટુ કે જ્ઞાન ? બન્ને એક બીજાથી ક્યાંક ને ક્યાંક ચઢીયાતા દેખાતા હતા.
બે દિવસ વીતી ગયા.
એવામાં એક બ્રાહ્મણ દરબારમાં આવ્યો. એણે વિક્રમને માટીનો એક ટુકડો આપતા કહ્યું-
'હે રાજન, આનાથી તમે જે કાંઈ દીવાલ પર બનાવશો એ રાતે સજીવ થઈ જશે. સવારે પાછુ હતુ એવું ને એવું થઈ જશે.’
ટુકડો આપીને બ્રાહ્મણ ચાલ્યો ગયો.
એ રાતે રાજા વિક્રમે પોતાના શયન ખંડની દીવાલો પર દેવી દેવતાના ચિત્ર બનાવ્યા. એ બધા સજીવ થઈ ગયા. એના દર્શન કરી રાજા કુતાર્થ થયો.
બીજી રાતે એણે અપ્સરાનું ચિત્ર બનાવ્યું. ગાયન-વાદનના ચિત્ર બનાવ્યા.
આખી રાત અપ્સરાનું નૃત્ય અને ગાયન વાદન થતા રહ્યા.
હવે તો રોજ રાતે વિક્રમ મનપસંદ ચિત્ર બનાવતો અને સજીવ રૂપે એનો આનંદ લેતો. રાણીઓ પાસે જવાનું બંધ થઈ ગયું. તેથી સૌથી નાની રાણી ચિંતામાં પડી. એક રાતે એણે ગુપ્ત રીતે આખો ખેલ જોયો. એ સમજી ગઈ.
સવારે એ રાજા પાસે આવી માટીનો ટુકડો માગી લીધો અને દીવાલ પર નદીનું ચિત્ર બનાવી માટીનો ટુકડો રાજાને પાછો આપી દીધો.
એ રાતે વિક્રમ મોડો પડયો. એ પોતાના શયનખંડમાં કાંઈ ન બનાવી શકયો પણ એકાએક
રાજમહેલમાં નદી નીકળી. બધું પાણીમાં ડુબવા લાગ્યું. વિક્રમ નદીના વમળમાં ફસાઈ ગયે ત્યાં જ એણે વૈતાળને યાદ કર્યો. વૈતાળે આવીને વિક્રમને વમળમાંથી ઉગાયો અને નદીને બાંધી દીધી.
વિક્રમે નાની રાણીને બોલાવીને પૂછયું. 'નદી તેં બનાવી હતી ?' હા.
‘મને તમારા ટુકડાનું જ્ઞાન થઈ ગયું તો મારા મને બધું મિટાવી દેવા નદીનું વિચાર્યું .નદી સૌથી સારો ઉપાય હતો. મેં નદી બનાવી દીધી..
વિક્રમે તરત માટીનો ટુકડો ભાંગી નાખ્યો. એકા એક જાણે એને પોતાની સમસ્યાનો ઉકેલ મળી ગયો.
સપ્તાહ પછી બન્ને આવ્યા અને વિક્રમ પાસે નિર્ણય માગ્યે તો વિક્રમ બોલ્યો-
‘સાંભળો જ્ઞાન અને મનમાં કોણ મોટું છે? એ ફેંસલો ખોટો છે. જ્ઞાન જ મન છે અને મન જ જ્ઞાન છે. બન્ને એક બીજાના પૂરક છે. એને અલગ ન કરી શકાય. બન્ને જોડિયા ભાઈ જેવા છે.
વિક્રમનો નિર્ણય એકદમ ઠીક હતો.
બંને સંતુષ્ટ થયા.
'હે રાજા ભોજ આવી બુદ્ધિ તારી પાસે છે? જેની પાસે વિક્રમ જેવી બુદ્ધિ હોય એજ આ સિંહાસન પર બેસી શેકે.’
આટલું કહીને રૂપલેખા આકાશમાં ઉડી ગઈ.
૧૯. તારામતીની વાર્તા
'પોતાના શરીર, લક્ષણો કે આકૃતિથી જ કોઈ મહાન નથી થતુ. રાજા ભોજ કર્મ અને જ્ઞાન પણ જરૂરી છે. તુ રાજા બની શકે છે પણ આ સિહાસન પર બેસવાનો અધિકારી ત્યારે બનીશ જ્યારે એવુ કાંઈક તારામાં હશે મારૂ નામ તારામતી છે. હું તને વિક્રમની એક કથા સંભળાવું છું.
હસ્ત રેખા અને ચામુદ્રિક જ્ઞાનમાં અત્યંત પારંગત એક બ્રાહ્મણ રાજા વિક્રમનું નામ સાંભળીને એને જોવા માટે એના રાજમાં ઘણી લાંબી યાત્રો કરીને આવ્યો. જ્યારે એ ઉજૈણી તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ભીની માટી પર પગલાની છાપ જાઈને એ ચોંકયો. છાપમાં કમળ અને ઉર્ધ્વ રેખા હતી. પગલાની આવી છાપ ચક્રવર્તી સમ્રાટની હોય. તો
પંડિત ચોક્રયો.
શું રાજા વિક્રમ આ તરફ પગપાળો ગયો હશે ?
વિક્રમ માટે આ નવી વાત ન હતી. દૂર દૂર સુધી એ વાતની ખ્યાતિ ફેલાઈ ગઈ હતી કે રાજા વિક્રમ જાત જાતના વેશ ધારણ કરી પ્રજાના સુખ-દુઃખ જાણે છે.
પંડિત પગલે પગલે ચાલવા લાવ્યો. પગલા જંગલ તરફ જતા હતા. જંગલમાં એક કઠિયારો લાકડા કાપતો હતો. પંડિતે એને પુછ્યું-
'ભાઈ કઠિયારા તે અહીંથી કોઈને જતા જોયો ?”
'ના હું તો હમણાં જ આવ્યો? કઠિયારો ઓલ્યો.
પગલા આ જગ્યાએ આવીને અટકી ગયા' હતા. પંડિત ગુંચવાઈ ગયો. આખરે રાજા ગયો ક્રયાં ?
અચાનક પગલા દેખાયા, એજ પગલા પાસે કઠિયારો કામ કરતો હતો. પંડિત બોલ્યો-“ભાઈ તું તારા પગના તળિયા દેખાડ.'
કઠિયારાને નવાઈ લાગી તો પંડિત બોલ્યો-*વિસ્મય ન પામ હું પંડિત છુ. તારા પગની રેખાઓ જોઈ ને તારૂ ભવિષ્ય જણાવી શકુ છું.'
કઠિયારાએ પગના તળિયા દેખાડયા. પંડિત ફાર્ટી આંખે તાકી રહ્યો. કમળ અને ઉર્ધ્વ રેખા. એ આશ્ચર્યથી બોલ્યો"તારે ચક્રવતી સમ્રાટ હોવું જોઈએ
કઠિયારો હસવા લાગ્યો-.
‘મહારાજ હું તો જન્મથી કઠિયારો છું. મારો બાપ પણ કઠિયારો હતો. માંડ માંડ ગુજરાન ચલાવુ છું.’
પંડિત વિસ્મયથી તાકી રહ્યો. અત્યાર સુધી ભણેલા સામુદ્રિક શાસના સિદ્ધાંતોની સાવ વિરૂદ્ધ હતી આ વાત.
પંડિત નિરાશ થઈને પાછો ફર્યો.
કમળ અને ઉર્ધ્વ રેખાવાળો માણસ કઠીયારો.
પછી પંડિત ઉજૈની નગરીમાં આવ્યો. રાજા વિક્રમના દરબારમાં જઈ પોતાનો પરિચય આપ્યો. વિક્રમે સ્વાગત કર્યું.
પંડિત કહેવા લાગ્યો-'હે રાજા, હું તમારા પગના તળિયા જોવા ઈચ્છું છું. રેખાઓ જોઈને ભવિષ્યવાણી કરી શકુ છું.
રાજાએ હસીને પોતાના પગના તળીયા દેખાડયા તો પંડિત ચોંકી ગયો. તળિયાની રેખાઓ રાજાને મહાદરિદ્ર જણાવી રહી હતી. એ વિસ્મયથી કહેવા લાગ્યો- 'હે રાજા સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે *તમારે અત્યંત દરિદ્ર હોવું જોઈએ. આશ્ચર્ય....તમે રાજા કઈ રીતે થઈ ગયા! અમારા શાસ્ત્ર ખોટા છે?”
‘ના.…” વિક્રમ બોલ્યો- ‘શાસ્ત્ર ખોટા નથી રેખાઓ ફક્ત બાહ્ય આવરણ છે. વાસ્તવમાં કર્મ અને જ્ઞાનની રેખાઓ જુઓ. કમળ અને ઉર્ધ્વરેખા તમને મારા કર્મમાં મળશે. થોભો હું તમને પ્રમાણ આપીશ.'
રાજાએ પંડિતને રાત રોક્યો. રાતે પોતાની -સાથે લઈ નગરમાં ફરવા નિકળ્યો. રસ્તામાં એક શરાબી મળ્યો. રાજાએ એને સોનામહોર આપી એ
મદિરાલયમાં ગયો અને મદિરા પીવા લાગ્યો. રાજાએ
એક વૃધ્ધાને સોનામહોર આપી. એણે એ સંભાળીને
રાખી ખરાબ સમયે કામ આવે. થોડીક સોનામહોર
એક યુવાનને આપી તો એ બોલ્યો-
'તમારો ધન્યવાદ હું આમાંથી વેપાર કરીશ.’
પછી વિક્રમ બોલ્યો.
‘જોયું પંડિત સોનામહોર બધાને મળી. બધાએ અલગ અલગ ઉપયોગ કર્યો. એ રીતે ભાગ્ય બધાની સાથે રહે છે. માણસ એનો જેવો ઉપયોગ કરવો હોય એવો કરે. રેખાઓ તો ફક્ત બાહ્ય આવરણ છે. એમની પાછળ પણ કાંઈક હોય છે. સામુદ્રિક શાસ્ત્રમાં રેખા, મુખાકૃતિ, વ્યવહાર બધું જોવું પડે છે.
પંડિતને સંતોષ થયો.
હે રાજા ભોજ આ સિંહાસન પર બેસવા વાળો વિક્રમ આવો હતો. તારામાં એવી લાયકાત હોય તો તું આ સિંહાસન પર બેસ.
આટલું કહીને તારામતી આકાશમાં ઉડી ગઈ
૨૦. ધર્મવતીની વાર્તા
પ્રાતઃકાળનો સમય હતો રાજા વિક્રમ રાજ મહેલના સુંદર ઉદ્યાનમાં પુષ્પોનું સૌંદર્ય નિહાળી રહ્યા હતા. પ્રઘાન અને રાજપુરોહિત પણ સાથે હતા વિક્રમે એક કમળની પ્રશંસા કરી તો રાજ-પુરોહિત બોલ્યા.
'બધી ઈશ્વરની કૃપા છે. એની ઈચ્છા વગર પાંદડું પણ ન હલી શકે. બધું એના હાથમાં છે. આપણે તો રમકડા છીએ.’
આમ વાત ચાલતી હતી. ત્યાં દ્વારપાળે આવી પ્રધાનને સંદેશ આપ્યો કે તમને ઘેર યાદ કરે છે.
પ્રધાન રાજાની આજ્ઞા લઈને ચાલ્યો ગયો. પ્રધાનના ગયા પછી વિક્રમે રાજ પુરોહિતને
ચૂછયુ-શું વાત છે ? પ્રધાનજી ઘણા પરેશાન હતા.'
હાં રાજન્ એમની પુત્રી બહું બીમાર છે.' ‘મને વાત પણ ન કરી ?'
તમને કહીને એ પિતાના કર્તવ્યમાં વિક્ષેપ પાડવા નથી ઇચ્છતો. પ્રધાનને સતત રાજા સાથે રહેવું પડે. કોણ જાણે ક્યારે જરૂર પડે.'
એ દિવસે બપોરે વિક્રમે રાજ વૈદને બોલાવી પ્રધાન પુત્રીની બીમારી વિષે પૂછયું ત્યારે રાજવૈદ કહેવા લાગ્યો-
'અન્નદાતા એ ગંભીર પણે બીમાર છે. જીવન જોખમમાં છે. એક કામ થાય તો એ બચી જાય પણ કામ ઘણું કઠિન છે. નીલગિરીની ઘાટીમાં ખવાંગ નામનો એક છોડ થાય છે. એ છોડને વાટીને એનો રસ પીવડાવવામાં આવે તો
‘મંગાવી લો એ છોડ’ વિક્રમ બોલ્યો. ‘અન્નદાતા છોડની ઓળખ તો હું આપુ પણુ લાવે કોણ ? ભયાનક સર્પો ત્યાં વસે છે. ત્યાં જનાર પાછું ન આવે. મારી પાસે એક છોડ હતો
પણ મેં એક રોગીને આપી દીધો. એ છોડ મને એક સાધુએ આપેલો.’
'એ સાધુ ક્યાં મળે?
સાધુનુ શું ઠેકાણું ? વહેતુ પાણી...રમતો જોગી....સાધુ સન્યાસીનું કોઈ ઠેકાણું ન હોય.
આ વાત સાંભળી વિક્રમ પોતે છોડ લેવા જવા તૈયાર થયો રાજવૈદે છોડની ઓળખ જણાવી.
ઘણા દિવસની કઠિન યાત્રા પછી વિક્રમ ઘાટીમાં પહોંચી ગયો. ઘાટી ઘણી ઉડી હતી. ભયાનક વૃક્ષો, શીલાઓ અને ટીબાઓ હતા. કદાચ સુરજના કિરણો સેકડો વર્ષોથી ત્યાં પહોંચ્યા ન હતા.
છોડ શોધવા વિક્રમ ઘાટીમાં ઉતયોં. વાતાવરણ એટલું ડરામણુ હતું કે ધોળા દિવસે કાળજુ ફાટી જાય.
અચાનક સિંહની ગર્જના સંભળાઈ.
વિક્રમ સતર્ક થઈ ગયો. તલવાર ખેંચી ત્યાં તો સિંહે છલાંગ મારી. વિક્રમ ઢળી પડયો. સિંહે વિક્રમના ખભા પર થાપો મારી લોચો કાઢી નાખ્યો પણ ત્યાં તો વિક્રમની તલવારે સિંહને વાઢી
નાખ્યો. લોહીની છોળ ઉડી. એક ક્ષણનુ પણ મોડું થયું હોત તો વિક્રેમના જીવનની સમાપ્તિ નકકી હતી. વિક્રમે પોતાની ભુજા પર પાંદડા બાંધી વસ્ત્ર વીંટાળી દીધું અને આગળ વધ્યો. થોડેક આગળ. વધ્યો ત્યાંજ સેંકડો નાગ એનો રસ્તો રોકીને ઉભા રહી ગયા.
વિક્રમે રસ્તો બદલી નાખ્યો.
છોડની શોધમાં રાત પડી ગઈ. ભયાનક અંધકાર છવાઈ ગયો. વિક્રમ એક વૃક્ષ પર ચઢીને સુઈ ગયો. આખી ઘાટી ભયાનક અવાજેથી ગુંજતી હતી.
સવાર પડતાં એ ફરી આગળ વધ્યો ત્યાં જ એ પાછળ ખેંચાવા લાગ્યો એ ગભરાયો કોણ એને ખેંચે છે. ? ત્યાં જ એણે જોયું કે એક વિશાળ કાય નાના પહાડની જેમ પડેલો અજગર શ્વાસ લઈ રહ્યો છે. એ એને ગળી જવા ઇચ્છતો હતો. પળવારમાં તો એ અજગરના પેટમાં પહોંચી ગયો. અજગરે મોં બંધ કરી લીધું.
જ મુ બંધ થતાં જ વિક્રમને લાગ્યું કે એ ઉકળતા તાવડામાં પડયો છે. અજગરના વિશાળકાય પેટની ગરમીથી એ બળવા લાગ્યો. બેહોશી છવાવા લાગી પણ એણે તલવાર કાઢી અજગરનું પેટ ચીરવાનું શરૂ કરી દીધુ. વિજળીવેગે તલવાર ચલાવવા લાગ્યો અને જોત જોતામાં અજગરનું પેટ ચીરીને બહાર આવી ગયો.
બહાર આવીને બેસાન થઈ ગયો.
થોડીવાર પછી ભાન આવ્યું. એ છોડ શોધવા લાગ્યો. છોડ ક્યાંય દેખાતો ન હતો. તો પણ વિક્રમે આશા ન છોડી રાજવૈદ ખોટું ન બોલે. છોડ અવશ્ય મળશે. વિક્રમ કેટલાય દિવસ ભટકતો રહ્યો.
અચાનક છોડ દેખાયો. પણ આ શું! એની ચારે તરફ ઝેરી વિંછીં હતા. એક વિંછીએ પત્થરને ડ'ખ માર્યો. તડાક કરતો પથ્થર તુટી ગયો અને આગ લાગી ગઈ. રાજા વિક્રમ ધ્રુજી ગયો. કેટલું ભયાનક ઝેર હતુ. વિક્રમ પથ્થર મારી મારીને વિંછીને ભગાડવા લાગ્યો પણ એ હટતાં ન હતા.
વિક્રમ ત્યાં જ બેસી ગયો.
પછી વિંછીઓ આપમેળે હટવા લાગ્યા. કતાર બનાવી ચાલ્યા ગયા. વિક્રમ આગળ વધ્યો ત્યાં એક નાગને છોડને વીંટળાયેલો જોયો. વિક્રમે અવાજ કર્યો તો નાગ ફેણ ચઢાવી. વિક્રમે તરત બીજી
દિશામાં પથ્થર ફેંકયો. નાગ એ તરફ સરકી ગયો નાગ હટતાં જ વિક્રમે છોડ લઈ લીધો.
એણે એ છોડ લાવીને રાજવૈદને આપ્યો. રાજવૈદ આશ્ચર્યથી બોલ્યો કોણ લઈ આવ્યું ?'હુ.
'તમે.... રાજવૈદે વિક્રમના પગ પકડી લીધા 'તમે મહાન છો. ધન્ય છો. તમારુ રાજ અવિચળ રહે. તમારા સેવક માટે તમે તમારો જીવ જોખમમાં મુકી છોડ લઈ આવ્યા. ભલા આવા રાજાને કોણ ન ચાહે.
રાજવૈદે ઇલાજ ક્યી અને પ્રધાનપુત્રી સાજી થઈ ગઈ.....
'બોલો રાજા ભોજ' ધર્મવતીએ પૂછયું- ‘તમે કદી તમારા સેવકની આવી સેવા કરી છે ? શું ગુણ છે તમારા કે આ સિંહાસન પર બેસવા ઈચ્છો છો?’
આટલું કહી ધર્મવતી આકાશમાં ઉડી ગઈ.
આગળની પુતળી ની વાતાૅ માટે અહીં ક્લીક કરો.>>>@
પાછળ ની પુતળી ની વાતાૅ માટે અહીં ક્લીક કરો.>>>@
No comments:
Post a Comment