પાંચમી પુતળી લીલાવતીની વાર્તા | બત્રીસ પુતળી ની વાર્તા | સિંહાસન બત્રીસી ભાગ-5 । વિક્રમરાજા ની ગુજરાતી વાર્તા | Sinhasan battisi part-5 | Sihasan batrisi part-5

 ૫. લીલાવતીની વાર્તા 

         સિંહાસન પર આરૂઢ થવાની તૈયારી કરતા રાજા ભોજને રોકતા લીલાવતી નામની પુતળી બોલી 'હે રાજા ભોજ' પ્રથમ મારા એક સવાલનો જવાબ આપ પછી સિંહાસને બેસજે ભાગ્ય અને ક્રર્મમાં મોટું કોણ ?'ભોજ જવાબ ન આપી શકેયો ત્યારે લીલોવતી બોલી આ સવાલનો જવાબ વીર વિક્રમે કઈ રીતે આપ્યો હતો એ તું સાંભળ.... 

વિક્રમની પ્રજા સુખી હતી. સર્વત્ર રાજાનો જય જયકાર થતો હતો. દરબારમાં બધાને આવવાની છુટ હતી. 

       એક દિવસ દરબારમાં બે માણસ આવીને ફરિયાદ કરવા લાગ્યા- 'હે પરદુઃખ ભંજન રાજા કૃપા કરીને અમારા વિવાદનો અંત લાવો. અમારો વિવાદ છે કે કર્મ અને ભાગ્યમાં મોટું કોણ?’ 

પ્રશ્ન સાંભળીને વિક્રમ વિચારમાં પડી ગયો.દરબારમાં સન્નાટો છવાઈ ગયો. છેલ્લે વિક્રમે સૌને પોત પોતાના વિચાર પ્રગટ કરવા કહ્યું તો દરબારમાં પણ વિવાદ જાગ્યો. કોઈ ભાગ્યને પ્રબળ જણાવતુ તો કોઈ કર્મ ને કાંઈ નિર્ણય ન થઈ શક્યો. રાજા વિક્રમ પોતે પણ નિર્ણય કરી શકતો ન હતો. 

અંતે વિક્રમે બંને માણસોને કહ્યું-‘રાજા વિક્રમના દરબારમાંથી કોઈ પાછું ગયું નથી. તમને તમારા પ્રશ્નનો ઉત્તર મળશે, પશુ છ મહીના પછી. 

        'જેવી. આજ્ઞા અન્નદાતા' કહીને બન્ને ચાલ્યા ગયા. 

રાજા વિક્રમ ચિંતામા પડી ગયો. કર્મ અને ભાગ્ય, ભાગ્ય મોટું કે કર્મ ? એ પણ નિર્ણય કરી શકતાં ન હતો. એટલે એ પોતે એનો અનુભવ કરવા માટે પોતાના મંત્રીને કારભાર સોંપી નિકળી પડયો. ફરતો ફરતો બીજા રાજમાં આવ્યો અને નોકરીની શોધમાં એક શેઠને મળ્યો.કામ શું કરીશ ? શેઠે પુછ્યું 'સંકટ સમયે કામ આવીશ' ‘વિક્રમ બોલ્યો. 

શુ લઈશ હજાર રૂપિયા 

          “હું બે હજાર આપીશ પણ સંકટમાં મદદ કરજે 'અવશ્ય......... 

વિક્રમ નોકરી કરવા લાગ્યો. કામ કાંઈ ન હતું. ચુપચાપ પડયો રહેતો. અર્ધા પગારનું દાન કરતો. અર્ધાને અર્ધો પગાર ગરીબોને આપતો અને ચોથો ભાગ પોતાના માટે વાપરતો. બે મહીના વીતી ગયા.એક દિવસે શેઠ રાજા વિક્રમ પાસે આવીને કહેવા લાગ્યો- 'તે સંકટ સમયે કામમાં આવવાની વાત કહી છે.' 

'હાં હું તૈયાર છું. શું સંકટ છે ?' 

‘કાલે રાતે સ્વપ્નમાં દેવીએ મને કહ્યું કે એક બલિ ચઢાવ નહીતર હું તને ભિખારી બનાવી દઈશ. બલિ માટે તારા સિવાય બીજુ કોઈ મળવાનુ નથી. એટલે હું દેવીને તારો બલિ ચઢાવી મારુ સંકટ ટાળવા ઈચ્છું છું આટલું કહીને શેઠ વિક્રમ સામે તાકી રહ્યા. એને એ વાતની

             ખાત્રી હતી કે આ માણસ આવા કામની હા નહીં જ પાડે પણ વિક્રમે જરા પણ ડર વગર કહ્યું 

“હું તૈયાર છું. તમે બલિની તૈયારી કરો. મારો બલિ ચઢાવી તમારુ સંકટ ટાળો. શેઠે તૈયારી કરી. ધારદાર કરસો મંગાવ્યો. વિક્રમના કપાળે તિલક કરતા કહ્યું- 'દેવી સામે ગરદન ઝુકાવ એટલે હું ઘા કરુ. વિક્રમે ગરદન ઝુકાવી ત્યાંજ શેઠ ફરસાનો ઘા કરી વિક્રમને ભેટી પડતા બોલ્યા હું તારી પરીક્ષા લેતો હતો. તું એમાં એકદમ ખરો ઉતયો છે. 

વિક્રમ અવાક રહી ગયો. શેઠે એને ઘણું માન આપ્યુ. વિક્રમને લાગ્યું હે એણે પોતાના કર્મનું પાલન કર્યું. ભાગ્યે એની રક્ષા કરી. જો એ પોતાનું કર્મ ન કરત તો ભાગ્ય પણ એને સાથ ન આપત. 

       શેઠ વિક્રમ પર અત્યંત પ્રસન્ન થતાં બોલ્યો -'તું ક્યાનો છે?' 'તારુ ઘર ક્યાં છે.' 

“હું ઉજજેનનો રહેવાસી છું.ઓહ એ તો મહાપ્રતાપિ રાજા વિક્રમની નગરી. જો ત્યાંનો નાગરિક આટલો કતૅવ્ય પરાયણ છે તો રાજા પોતે કેવો હશે! હું તારા પર ઘણો

પ્રસન્ન છું. બોલ તારે શું જોઈએ છે?” 

“હું માંરા ઘેર પાછો જવા ઈચ્છું.” 

જરૂર જા. પણ મારો જમાઈ બનીને જા હું મારી અત્યંત રૂપવતી કન્યા તને આપુ છુ તું આનંદ થી રહેજે. 

         શેઠે ઘણી ધામધુમથી પોતાની કન્યાને વિક્રમ સાથે પરણાવી ખૂબ ધન આપી રવાના કયો. 

હવે વાત એમ હતી કે 'રાજાનો કુંવર આ વણિક કન્યા પર આસકત હતો. જ્યારે એને જાણ થઈ ત્યારે એણે આક્રમણુ કરી શેઠની પુત્રીનુ અપહરણ કરી લીધુ. વિક્રમે એનો મુકાબલો ન કર્યો. એણે માન્યું કે એના ભાગ્યમાં શેઠની પુત્રી ન હતી.પણ જો એ કર્મ કરેત અર્થાત રાજકુમાર સાથે યુદ્ધ કરત તો ચોકકસ વિજય પ્રાપ્ત કરત. તે શેઠની પુત્રી ન જાત પોતાના કર્મ દ્વારા એ બચાવી શકતો હતો 

વિક્રમ ખાલી હાથે પાછો આવ્યો પણ એને પોતાના અનુભવના આધાર પર પ્રક્ષનો જવાબ મળી ગયો હા. 

જોત જોતા માં છ મહીના વીતી ગયા.એ બન્ને માણસો રાજદરબારમાં આવ્યા. 'અન્નદાતા તમારી આજ્ઞા પ્રમાણે અમે હાજર છીએ તમારો શું નિર્ણય છે? ‘હા જવાબ મારી પાસે છે. કર્મ અને ભાગ્ય સાથે સાથે ચાલે છે. ભાગ્ય પ્રબળ છે. પણ માણસ કર્મ ન કરે તો ભાગ્ય ડૂબી જશે. કર્મ મનુષ્ય કરતો રહે પણ ભાગ્ય સાથ ન આપે તો કર્મનું ફળ ડુબી જશે. કર્મ અને ભાગ્યનો એજ સંબંધ છે. 

-રાજા વિક્રમનો આ જવાજ સાંભળી બંન્ને જણ ખુશ થઈ ગયા. દરબારમાં રાજાનો જય જયકાર થયો. 

આ રીતે હે રાજા ભોજ, વિક્રમે કર્મ અને ભાગ્યનો સંબંધ જણાવ્યો. શું તારી પાસે આટલી બુદ્ધિ છે ? હોય તો તું આ સિંહાસન પર બેસ. 

આટલુ કહીને પુતળી આકાશે ગઈ

No comments:

Post a Comment