૬. કામકંદલાની વાર્તા
રાજા ભોજને રોકતા કામકંદલા નામની પુતળી બોલી-'હે રાજા ભોજ, આ સિંહાસન પર બેસાતા પહેલા તું એ જોઈ લે કે શું તે તારા જીવનમાં અત્યંત પરિશ્રમથી પ્રાપ્ત કરેલી વસ્તુનું સરળતા થી દાન કર્યું છે ? જે સંસારના ઐશ્વર્યને તૃપ્ત સમાન માને છે. એજ સાચો યોગી છે. રાજા વિક્રમની એક વાત હું તને સંભળાવુ છુ.
એક દિવસ રાજા વિક્રમના દરબારમાં એક બ્રાહ્મણ આવ્યો. રાજાને આશીર્વાદ આપી કહેવા લાગ્યો- 'હે રાજન, હું બ્રાહ્મણ છું પણ કાંઈ માગવા નથી આવ્યો. માનસરોવર માં મેં જે ચમત્કાર જોયો છે એ જણાવવા આવ્યો છું.
ત્યાં સૂર્યોદયના સમયે એક સ્તંભ નિકળે છે અને સતત. વધતો રહે છે. આકાશને સ્પર્શવા લાગે છે. પછી સાંજ થતા નાનો થતો જાય છે અને રાત પડતાં માનસરોવરના જળમાં અલોપ થઈ જાય છે. તમે પોતે એ ચમત્કાર જુઓ એવી મારી ઈરછા છે.
‘હું અવશ્ય જઈશ…' વિક્રમ બોલ્યો અને બ્રાહ્મણને ધણું જ ધન આપીને વિદાય કર્યો.
એજ રાતે વિક્રમે વૈતાળનું સ્મરણ કયું. વૈતાળ તરત હાજર થયો! એટલે વિક્રમે એને આજ્ઞા આપતા કહ્યું- 'કાલે સવારે મને માનસરોવર પહોંચાડી દેજે. 'અવશ્ય...'
સવારે વિક્રમે કારભાર મંત્રીને સોપી પ્રયાણ કર્યું. વૈતાળે પળવારમાં એને માન સરોવર પહોંચાડી દીધો. માન સરોવરનું દશ્ય ઘણું રમણીય હતુ. મધ્યમાં એક સ્તંભ દેખાતો હતો. એ સ્તંભ- આકાશ તરફ વધતો જતો હતો.
રાજા વિક્રમ જોતો રહ્યો.
સાંજ થતાં સ્તંભ નાનો થયા લાગ્યો અને રાત.પડતાં જળમાં અલોપ થયો.
વિક્રમને ઘણી નવાઈ લાગી. એકાએક એને વિચાર આવ્યો કે સ્તંભ આકાશમા કયાં, સુધી જાય છે. એ જોવા જેવું. એણે તરત વૈતાળને આજ્ઞા આપી કે બીજી સવારે એને સ્તંભના છેડા પર બેસાડી દે.
બીજી સવારે નૈતાળે વિક્રમને સ્તંભ પર બેસાડી દીધો. સ્તંભ વધવા લાગ્યો. એની સાથે સાથે વિક્રમ બળવા લાગ્યો. સ્તંભ સૂર્ય તરફ વધતો જતો હતો. એકાએક વિક્રમ બળીને ભસ્મ થઈ ગયો.
સ્તંભ જ્યારે સૂર્ય પાસે આવ્યો ત્યારે સૂર્ય દેવતા એના પર પડેલી રાખ જોઈ ચોંકી ગયા.
અવશ્ય કોઈ જીવ મરી ગયો છે.
સૂર્યને ઘણું દુઃખ થયું. એક રીતે આ હત્યા કરી ગણાય. એટલે સૂર્ય ભગવાને અમૃત છાંટી વિક્રમને સજીવન કર્યો અને એક કુંડળ રાજાને આપતા કહ્યું – ‘આ કુંડળથી તારી દરેક મનોકામના પુર્ણ થશે.’
વિક્રમ સ્તંભ પર બેસી સાંજે નીચે આવી ગયો.સૂર્ય ભગવાનના દર્શન થતા એ ધન્ય થઈ ગયો હતો.
પછી વેતાળ સાથે એ પાછો ફયો. રસ્તામાં એક સાધુ મળ્યો. વિક્રમે પ્રણામ કર્યા તો સાધુ બોલ્યો- 'હે રાજા, તારી પાસે એક કુંડળ છે એ મને દાનમાં આપ
વિક્રમે તરત કુંડળ કાઢીને સાધુને આપી દીધું. સાધુ આશીર્વાદ આપી ચાલ્યો ગયો. હૈ રાજા ભોજ, વીર વિક્રમ આવો દયાળુ હતો.
આટલું કહી કામકંદલા હસતી હસતી આકાશમાં ઉડી ગઈ.
No comments:
Post a Comment