૭. કુમુદની વાર્તા
રાજા ભોજને રોકતા કુમુદ નામની પુતળી બોલી- 'હે રાજા ભોજ, પરોપકાર જ સૌથી મોટી પૂજા અને સૌથી મોટો ધર્મ છે. રાજા વિક્રમ કેવો પરોપકારી હતો. એ તું સાંભળ.
એક દિવસ રાજા વિક્રમ વેશ પલટો કરી નગરચર્ચા જોવા નિકળ્યા. રાતના સન્નાટામાં કોઈ સ્ત્રીના રુદનનો અવાજ સાંભળી એ થોભી ગયો અને પછી રુદનની દિશામાં ચાલવા લાગ્યો. જોયું તો એક સ્ત્રી ઘરની બહાર બેઠી બેઠી રડતી હતી. વિક્રમ એની પાસે જઈને કહેવા લાગ્યો.
'હે બહેન, તું શા માટે રડે છે ?
‘મારો પતિ મરી ગયો છે. સ્ત્રી બોલી.
અરે ક્યાં છે?
એ તો સવારે મર્યો છે. ચોકમાં શુળી પર. લટકાવાયો છે. સવારે લાશ. ઉતારવામાં આવશે. એ ચોર હતો. રાજાએ એને ફાંસીની સજા આપી.'
‘તો તારી રુદન વ્યર્થ છે. રાજા વિક્રમના રાજમાં નાના અપરાધની પણ કઠોર સજા મળે છે.’
'એને અપરાધની સજા મળી એ વાતનો મને અફસોસ નથી. હું એના મોત પર નથી રડતી હું એટલા માટે રડું છું કે રાતે હું એને મારા હાથે જમાડતી. એને એક વાર જમાડવાની મારી ઇચ્છા છે.’
'પણ એ તો મરી ગયો છે...' વિક્રમ આશ્ચર્યથી બોલ્યો.
‘તો પણ એક વાર એને જમાડવા રડું છું
'તું તો સમજદાર છે. ભલા મડદા તે ક્યાંય ખાતા હશે. 'હાં તારે મદદ જોઈતી હોય તો હું રાજાને કહીને વ્યવસ્થા કરાવી દઉં વિક્રમ ઓલ્યો’
‘ના એની જરૂર નથી. એક વાર જમાડવાનું મન હતું. શુળી બહુ ઉંચી છે તેથી જમાડી નથી શકતી. કોઈ મને ટેકો નથી આપતું. તું મને મદદ કરે તો હું એકવાર મારા પતિને જમાડી લઉં…’ સ્ત્રી બોલી
વિક્રમને દયા આવી ગઈ.
‘સારું ચાલ મારી સાથે હું તને ટેકો આપીશ તારા મૃત પતિને જમાડી લેજે પછી બીજી કોઇ 'જીદ ન કરતી.'
'સારું નહી કરુ....’
વિક્રમ એને સાથે લઈને ચોક્રમાં આવ્યો.
ચોકની વચ્ચે શુળી હતી અને શુળી પર લાશ-લટકતી હતી. એ સ્ત્રી સામે જોતા બોલ્યો.
‘તુ મારા ખભા પર ઉભી રહે તો સરળતાથી તારો હાથ લાશના મોઢા સુધી જશે.’
સ્ત્રી પ્રસન્ન થઈ ગઈ. એનું રુદન અટકી ગયુ
રાતના સન્નાટામાં રાજા વિક્રમે એને પોતાના ખભા પર ઉભી રાખી તેના હાથ મૃત પતિ સુધી પહોંચી ગયા. એણે ભોજનનો કોળિયો મોંમાં મુકયો પણ એ નીચે પડી ગયો. ભલા મડદુ કઈ રીતે ખાય ?
વિક્રમે નજર કરી તો કોળિયાના બદલે હીરા ચમકતા હતા. સ્ત્રીએ બીજો કોળિયો મુકેયો તો એ સોનામહોર બનીને નીચે પડયો. હવે વિક્રમ ચોંક્યો તત્કાળ એ સ્ત્રીને ખભા પરથી ઉતારીને ત્રાડ પાડી.
'કોણ છે તું ? સાચુ બોલજે.... જોગણી, ડાકણી, શાકણી, જાદુગરની. મારુ નામ વિક્રમ છે. ખોટુ ન બોલતી.
એ સ્ત્રીએ હસીને કહ્યું “હું તારા રાજની લક્ષ્મી છું. તારી પરીક્ષા લેતી હતી. પ્રસન્ન છું તારા પર. જે માગવું હોય એ માગી લે.'
'તમારુ આપેલું બધુ છે મારી પાસે-વિક્રમે હાથ જોડતા કહ્યું.
‘તો પણ આ હીરા, ઝવેરાત તારી પાસે રાખ....'
વિક્રમે હીરા ઝવેરાત ન લીધા. કહ્યું 'મા ભૂખ લાગે તો હીરા ઝવેરાતથી પેટ નથી ભરાતું મારે તો અન્ન જોઈએ.’
'તો મારી બહેન અન્નપુર્ણા પાસે ચાલ,' લક્ષ્મીદેવી વિક્રમને લઈને ગંગાતટે અન્નપુર્ણા
પાસે ગયા. અન્નપુર્ણએ પ્રસન્ન થઈને એક હાંડી
વિક્રમને આપતા કહ્યું.-
'આ હાંડીમાંથી માંગીશ એ મળશે. આ કદી ખાલી નહીં થાય.’
વિક્રમ હાંડી લઈને પાછો ફર્યો. રસ્તામાં એ બ્રાહ્મણ મળ્યો. વિક્રમના હાથમાં હાંડી જોઈ પૂછવા લાગ્યો- 'ભાઈ જબરી ભૂખ લાગી છે. કાંઈ ખાવા આપશો. ? શું ખાવું છે બોલો. વિક્રમે કહ્યુંઃ
મેવા મિઠાઈ.
વિક્રમે તરત હાંડીમાંથી મેવા મિઠાઈ કાઢી આપી બ્રાહ્મણ ભરપેટ જમ્યો પછી બોલ્યો ધરાઈને જમ્યો હવે દક્ષિણા આપો.'
‘શું આપું ?' 'આ હાંડી આપી દો.’ વિક્રમે હસતા હસતા હાંડી બ્રાહ્મણને આપી દીધી
હે રાજા ભોજ તેં આવો કોઇ પરોપકમ કર્યો છે. ? નિ:સ્વાર્થ ભાવે પરોપકાર કર્યો હોય તો જ આ સિંહાસને બેસજે.
આટલું કહીને કુમુદ આકાશમાર્ગે ઊડી ગઈ
No comments:
Post a Comment