૮. પુષ્પાવતીની વાર્તા
‘થોભ રાજા ભોજ હું પુષ્પાવતી તને રોકી રહી છું. આ સિંહાસન પર એજ બેસી શકે છે. જેનું ચરિત્ર ઉંચુ હોય. જેનુ ચરિત્ર નથી એની પાસે કાંઈ નથી. શું તારુ ચરિત્ર વિક્રમ જેવું છે. જો છે તો જ આના પર બેસજે. વિક્રમનું ચરિત્ર કેવું હતું એના એક કથા હું તને સંભળાવું છું.
એક દિવસની વાત છે.રાજા વિક્રમ પોતાના દરબારમાં બેઠો હતો ત્યાં એક સુથાર લાકડાનો ઘોડો લઈને આવ્યો અને એ ઘોડો રાજાને ભેટ આપતા બોલ્યો- 'હે રાજા આ ઘોડો મારી કલા અને જ્ઞાનનો સંર્વોત્કૃષ્ટ નમુનો છે. આ ઘોડો આકાશમાં પવન વેગે ઉઠે છે.
વિક્રમે સુથારને હજાર સોનામહોર ઈનામમાં આપી ત્યારે સુથાર બોલ્યો.-
'અન્નદાતા આ ઘોડા પર સવારી કરો તે એક વાતનું ધ્યાન રાખજો આને ચાબુક ન મારતા
આટલું કહીને સુથાર ચાલ્યો ગયો.થોડા દિવસ પછી વિક્રમને ઘોડા પર બેસી આકાશ માર્ગે ફરવાની ઇચ્છા થઈ. તેથી એ ઘોડ પર સવાર થયો. કળ દાબતાં જ ઘોડો આકાશમ ઉડયો. વિક્રમે એની ગતિ વધુ તેજ કરવા એ ચાબુક ફટકાર્યો, ચાબુક વાગતાં જ ઘોડાએ એવ હણહણાટી નાંખી કે આખું આકાશ ધ્રુજી ગયુ ત્યારે વિક્રમને સુથારના શબ્દો યાદ આવ્યા પણ હવે શું થાય ?
ઘોડાએ ગુલાંટ ખાધી તો ફિક્રમ આકાશમાંથી પડવા લાગ્યો.
તરત એણે વૈતાળને યાદ કર્યો. બૈતાળે વિક્રમ ને કુશળતાથી જમીન પર ઉતાર્યા વિક્રમ જ્યાં ઉતર્યા ત્યાં ઘોર જંગલ હતું. દુર દુર સુધી સન્નાટો હતો વિક્રમ જંગલમાં આગળ વધ્યો. આગળ જતા એક વાંદરીને ઝાડ સાથે બાંધેલી જોઈ.
રાજાને નવાઈ લાગી. આ ઘોર જંગલમાં વાંદરીને આ રીતે માણસ સિવાય બીજુ કોઈ ન બાંધે અવશ્ય કોઇ માણસ અહીં છે.
આ વાંદરી પાસે કોણ આવે છે એ જોવા વિક્રમ એક ઝાડ પાછળ છૂપાયો. સાંજ પડી ગઈ.
ત્યાં એક સાધુ આવ્યો. એક વૃક્ષ પાસે જઈ એના પાંદડા તોડી એનો રસ વાંદરીના શરીર પર ટપકાવ્યો. રસ ટપકતાં જ એ વાંદરી સોળ વર્ષની સુંદરી બની ગઈ. સાધુ એનો હાથ પકડીને એક ગુફામાં લઇ ગયો અને આખી રાત ગુફામાં જ રહ્યો.
સવારે એ સાધુએ બીજા એક વૃક્ષના પાંદડાન રસ કાઢી સુંદરીના શરીર પર ટપકાવ્યો તો એ સુંદરી વાદરી બની ગઈ.સાધુ એને બાંધીને ચાલતો થયો
વિક્રમે આ બધો ચમત્કાર જોયો.
સાધુના ગયા પછી વિક્રમે પાંદડાના રસથી વાંદરીને સુંદરી બનાવી તો એ સુંદરી ગભરાઈને ભાગવા લાગી. વિક્રમે એનો હાથ પકડી લેતા કહ્યું.
‘ડર નહીં હું વિક્રમ છું. તું સંકટમાં હો તો હું તને મદદ કરીશ.'
‘મને આ નર્કમાંથી કાઢી મારા માતા-પિતા પાસે પહોંચાડી દો.' 'સુંદરી બોલી. હું અનંતદેશની કુંવરી છું. દુષ્ટ સાધુ મને ઉઠાવી લાવ્યો છે. રોજ મને સતાવે છે. વાંદરી બનાવીને બાંધી રાખે છે?
‘ડર નહી હું તને અનંતદેશ પહોંચાડી દઈશ.'
સાધુ ઘણો ભયાનક છે. એ તમને મારી નાંખશે
'એની ચિંતા ન કર એની સાથે સમજી લઈશ. તું મારી સાથે ચાલ' કહીને વિક્રમ સુંદરીને લઈ ને ચાલતો થયો.
થોડે દુર ગયા ત્યાં જ ધડાકો થયો અને ઘુમાડા નીકળવા લાગ્યા. ધુમાડાની વચથી સાધુ નીકળ્યો. એણે ત્રાડ પાડીને વિક્રમનો રસ્તો રોકીલીધો
‘તું કોણ છે ? આને ક્યાં લઈ જાય છે.’
‘એના ઘેર વિક્રમે નીડરતાથી જવાબ આપ્યો.
‘એને ઘેર પહોંચાડવા વાળો તું કોણ? સાધુ ગજી ઉઠયો.
‘મુશ્કેલીમાં મુકાયેલાને મદદ કરવી એ મારો ધર્મ છે.’
'તું નહીં જઈ શકે. છોડી દે એને !'
'કદાપિ નહીં'.' 'વગર મોતે મરીશ.'
'પરવા નથી…” વિક્રમ બોલ્યો! 'હું મારુ કર્તવ્ય નિભાવીશ.
એમ…… જો એનું પરિણામ.
સાધુએ તરાપ મારી પણ વિક્રમે તલવારથી એને રોક્યો તો સાધુએ ભયાનક સિંહનું રૂપ ધર્યું અને ત્રાડ પાડીને ધસ્યો. વિક્રમે તલવારના ઝાટકે સિંહનું માથુ કાપી નાખ્યું સાધુ મરી ગયો અને તરત પોતાના અસલ રુપમાં આવી ગયો. વાસ્તવમાં એ રાક્ષસ હતો.
સાધુને મુત્યુ પામેલો જોઈ સુંદરી આનંદમાં આવી જતા બોલી. 'પાપી મરી ગયો. તમે સાચે જ બહાદુર છો. હવે કોઈ ડર નથી રહ્યો. તમે થોભો હું હમણા આવી.' કહીને સુંદરી પાછી ફરી
થોડીવાર પછી એ લાલ રંગનું કમળ લઈને પાછી આવી. એ ક્રમળ વિક્રમને આપતાં બોલી.
'આ ફુલમાંથી રોજ એક માણેક નિકળે છે. સાધુએ મને ખુશ કરવા આ આપ્યુ હતું. હવે આ તમે રાખી લો.'
વિક્રમે કુલ લઈ લીધું.
થોડા દિવસ પછી બન્ને અનંગ દેશ પહોંચી ગયા. બધે આનંદ છવાયો, અનંગ નરેશે વિક્રમને ઘણું જ માન આપ્યું અને પોતાની પુત્રીને પરણાવવા ની વાત કરી ત્યારે વિક્રમ બોલ્યો. તમારી કૃપા માટે ધન્યવાદ. મેં કર્તવ્યનું પાલન કર્યું છે. એનું મૂલ્ય હું નહીં લઉં.
વિક્રમ પોતાની નગરી તરફ પાછો ફર્યો. નગરીમાં પ્રવેશતાં જ એક બાળકની નજર એ કુલ પર પડી. બાળકે નિર્દોષતાથી એ કુલ રમવા માટે માગ્યું તો વિક્રમે હસતા હસતા આપી દીધું અને પોતાના મહેલે ગયો. આ વાતને થોડા દિવસ વીતી ગયા.
એક દિવસ સૈનિકો એક માણસને પકડીને દરબારમાં લાવ્યા અને ફરિયાદ કરી. ‘મહારાજ આની પાસે ચોરીનો માલ છે. આ ઘણો ગરીબ માણસ છે છતાં ઝવેરી પાસે માણેક વેચવા ગયો હતો.
વિક્રમે માણેક જોયા તરત એને લાલ કમળ યાદ આવી ગયું એ હસતા હસતા બોલ્યો ‘તારા છોકરા પાસે લાલ કમળ છે ?
'હા અન્નદાતા....એક મુસાફર એને આપી ગયો હતો.
વિક્રમે એને છોડી મુક્યો. એ માણસ વિકમનો જય જય જયકાર કરતો ચાલ્યો ગયો. એને નવાઈ લાગી કે રાજાને રહસ્યની ખબર છે છતાં પોતાનો ખજાનો ભરવા માટે લાલ કમળ ન માગ્યુ ! વિક્રમના આવા ત્યાગથી એ ગદ ગદ થઈ ગયો.
હે રાજા ભોજ, તારાથી આવો ત્યાગ થઈ શકશે? આવો સવાલ પૂછીને એ પુતળી પણ આકાશમાં ઉડી ગઈ.
આગળની પુતળી ની વાતાૅ માટે અહીં ક્લીક કરો.>>>@
પાછળ ની પુતળી ની વાતાૅ માટે અહીં ક્લીક કરો.>>>@
No comments:
Post a Comment