૯. મધુમાલતીની વાર્તા
મધુમાલતી નામની પુતળીએ વિક્રમના પરાક્રમની એક વધુ વાત સંભળાવતા કહ્યું-‘એકવાર વિક્રમે યજ્ઞ કર્યો. યજ્ઞ ચાલતો હતો.
વિક્રમ હવન કરતો હતો ત્યારે એક અત્યંત ગંદો બ્રાહ્મણ ત્યાં આવ્યો.
વિક્રમે આંખોથી પ્રણામ કર્યા કારણ કે એના બન્ને હાથમાં હોમની સામગ્રી હતી. બ્રાહ્મણ ત્યાંજ ઉભો રહતો.
યજ્ઞ પુરો થતા બ્રાહ્મણ કહેવા લાગ્યો-હે રાજા હું બ્રાહ્મણ છું છતાં તેં મારો સત્કાર ન કર્યો'
'હે દેવતા. મેં તમને આંખોથી પ્રણામ કર્યા હતા. હવન સામગ્રી હાથમાં હોવાથી હું પ્રણામઃ ન કરી શકયો.'
'સારૂ આજ હું તારો અતિથિ બનવા ઇચ્છુ છુ
વિક્રમ ઘણાજ આનંદથી બ્રાહ્મણને મહેલમાં લઈ ગયો. બ્રાહ્મણ ત્યાં ઠેક ઠેકાણે થુંકવા લાગ્યો. મુત્ર ત્યાંગ અને મહાત્યાગ કરવા લાગ્યો.
સર્વત્ર દુર્ગંધ ફેલાવા લાગી પણ વિક્રમના કપાળમાં કરચલી ના. પડી એ સતત સેવામાં હાજર હતો.
‘પાણી લાવ મને તરસ લાગી છે.’ બ્રાહ્મણે ત્રાડ પાડી.
વિક્રમ પોતે પાણી લઈ આવ્યો. 'તારા સેવક ક્યાં ચાલ્યા ગયા ?'
'સેવકોની તમે ચિંતા ન કરો. તમારો સૌથી મોટો સેવક હાજર છે. આજ્ઞા કરો.
વિક્રમે દુર્ગંધની ફરિયાદ ન કરી અને એમ પણ ન કહ્યું કે દુર્ગંધના કારણે બધા ભાગી ગયા છે.
જો કે ભયાનક દુર્ગંધના કારણે વિક્રમનું માથુ ફાટતુ હતુ. બ્રાહ્મણ શયનખંડમાં પણ મળ ત્યાગ કરતો એના વસ્ત્રો અને શરીર પણ વિષ્યથી ખરડાયેલા હતા.
'રાજન્, ઘણે દુરથી પગપાળા આવવાના કારણે પગમાં કળતર થાય છે. પગ દબાવ.' 'જેવી આજ્ઞા.'
વિક્રમ પગ દબાવવા લાગ્યો. ભયાનક દુગ ધથી બેહોશી છવાતી જતી હતી છતાં એ સંયમ રાખી
ઘણીવાર સુધી પગ દબાવતો રહ્યો.
બ્રાહ્મણ સુઈ ગયો પણ વિક્રમ એની પાસે જ બેસી રહ્યો. બ્રાહ્મણની આજ્ઞા વગર કઈ રીતે હટાય ?
એનું માથુ ભમવા લાગ્યું અશ્રુ વહેવા લાગ્યા. તો પણ એ બેસી રહ્યો.
બ્રાહ્મણે જાગીને ભોજન માગ્યું. વિક્રમ પોતે ભોજન લઈ આવ્યો.
ભોજન પાસે જ બ્રાહ્મણે વિષ્ય કરી પછી ત્યાંજ બેસીને જમવા લાગ્યો. વિક્રમ હાથ જોડીને સામે ઉભો રહ્યો.
ત્યારબાદ બ્રાહ્મણ વિક્રમને ત્યાંજ બેસી રહેવાની આજ્ઞા કરી વિશ્રામ કરવા લાગ્યો.
ભયંકર દુર્ગંધમાં પણ વિક્રમ અવિચળ બેસી રહ્યો.
અચાનક બ્રાહ્મણ ઉભો થયો અને વિક્રમને "ભેટી પડયો. એજ ક્ષણે દીન દરિદ્ર બ્રાહ્મણ એક
દેવતા બની ગયો. સાથે જ આખા રાજમહેલમાં અદ્ભુત સુગંધ આવવા લાગી. જ્યાં ગંદકી અને વિષ્ય હતી ત્યાં રંગબેરંગી ફુલો ખીલી ઉઠયા.
‘અતિથિ સત્કારમાં તું ખરો ઉતર્યો રાજા વિક્રમ....જેના માટે તું યજ્ઞ કરતો હતો એજ હું વરુણ છું. તારા રાજમાં કદી દુષ્કાળ નહીં પડે એ મારૂ વચન છે.'
વરુણદેવ રાજા વિક્રમને આશીર્વાદ આપીને ચાલ્યા ગયા. મહેલમાં સુગંધ ફેલાતા જ બધા આવી ગયા.
હે રાજા ભોજ, શું તું આટલા કૌર્ય અને વિશ્વાસથી આવા અતિથિનું સ્વાગત કરી શકીશ ? દીન હીનને તો તું તારી પાસે પણ નહીં આવવા દે.
જો તારામાં આવો કોઈ ગુણ છે તો તું જરૂર આ સિંહાસન પર બેસી શકે છે.
પોતાની વાત કહીને મધુમાલતી આકાશમાં ઉડી ગઈ.
૧૦. પ્રભાવતીની વાર્તા
રાજા ભોજ આગળ વધતાં જ પ્રભાવતી નામની એક પુતળી બોલી ઉઠી.-
'સબુર રાજા ભોજ તેં કદી કોઈનું દુ:ખ દુર કરવા માટે તારા પ્રાણની બાજી લગાવી છે?
વિક્રમે પોતાના પ્રાણ હોડમાં મુક્યા હતા. એની હું તને વાત સંભળાવું છું.”
એક દિવસ વિક્રમ રાજબાગમાં ફરવા ગયો. ત્યાં એક યુવાન એને મળવા આવ્યો.
વસ્ત્રો પરથી એ કોઈ સારા કુળનો લાંગતો હતો પણ એનું શરીર કુશ પડી ગયું હતું.
મુખ કરમાઈ ગયું હતું. આંખોમાં આંસુ હતા. એ યુવાન વિક્રમને કહેવા લાગ્યો.
“હે રાજન હું જળબંધ નગરીને રાજકુમાર છું. તમારી મદદ માગવા આવ્યો છું. મારા પડોશમાં જળસાગર રાજ્ય છે.
ત્યાંની રાજકુમારી વસુંધરા છે. એ અદ્વિતીય રૂપવતી છે. એના જેવી સુંદરી ભૂલોકમાં નથી.
બચપણથી અમે પ્રેમમાં છીએ. હું એની સાથે લગ્ન કરવા ઈચ્છું છું પણ એના પિતાંએ સ્વયંવર રચ્યો છે
અને એક ભયાનક શતૅ મુકી છે. દુનિયાનો કોઈ માણસ એ શર્ત પુરી કરી શકે તેમ નથી.’
‘શતં શું છે?' વિક્રમે પૂછયું.
'વસુંધરાના પિતાએ તેલનો એક ઉકળતો તાવડો રાખ્યો છે. એની શતૅ છે.
કે જે કોઈ તેલના ઉકળતા તાવડામાં ડુબકી મારીને બહાર આવે એને વસુંધરા વરે.
બધા રાજા આ શર્તથી ડરીને પાછા ચાલ્યા ગયા છે. હું તમારુ નામ સાંભળીને આવ્યો છું મારૂ કસ્ટ દુર કરો
'સારુ કાલે આવજે હું તારુ કષ્ટ દુર કરીશ' વિક્રમ બોલ્યો.
રાજકુમારના ગયા પછી વિક્રમ ચિંતામાં પડયો. ત્યાંજ એને વૈતાળ યાદ આવ્યો.
વૈતાળ હાજર થયો તો વિક્રમે બધી વાત કરી વૈતાળે વિક્રમના હાથમાં નાના નાના દાણા મુકતા કહ્યું.
“હે રાજન જેવો રાજકુમાર તાવડામાં કુદે કે તરત આ દાણા નાખી દેજે. તાવડાનો બધો તાપ એજ ક્ષણે સમાપ્ત થઈ જશે. ઉકળતું તેણે ઠંડુ થઈ જશે.’
'રાજકુમાર પોતે આ દાણા લઈને કુદે તો....” 'ના. દાણા બીજુ કોઈ નાખે.”
ઉપાય જણાવીને બૈતાળ અદશ્ય થઈ ગયો. બીજા દિવસે રાજકુમાર આવ્યો ત્યારે વિક્રમે કહ્યું કે ચાલ હું પોતે તારી સાથે આવું છું.
કેટલાય દિવસની યાત્રા પછી બંને સ્વયંવર સ્થળે આવ્યા. ત્યાં એક ઉકળતા તેલનો તાવડો હતો.
કેટલાય યુવાન વસુંધરાને વરવા આવતા પણ ઉકળતો તાવડો જોઈને પાછા ચાલ્યા જતા. હાથે કરીને કોણ મરે.
વિક્રમે રાજકુમારી વસુંધરાને જોઈ વાસ્તવમાં એ અદ્વિતીય સુંદરી હતી. એના જેવું રૂપ દેવ-લોકમાં પણ દુર્લભ હતું
વિક્રમે રાજકુમારને તાવડામાં કુદી પડવા કહ્યું તો રાજકુમાર ડરી ગયો
પણ વિક્રમે એને ખાત્રી આપી ત્યારે રાજકુમારે વિચાર્યું કે પ્રિયાનો વિયોગ સહન કરવાના બદલે મરી જવું સારુ.
એ તાવડા પાસે ગયો અને ભગવાનનું નામ લઈને કુદી પડયો. ત્યાંજ વિક્રમે દાણા તાવડામાં નાખ્યા. દાણા,
પડતાંજ ઉકળતું તેલ શાંત અને શીતળ થઈ ગયું. રાજકુમાર સહી સલામત બહાર આવી ગયો.
લોકો જયજયકાર કરવા લાગ્યા.
રાજકુમારી વસુંધરાએ એના ગળામાં વર-માળા પહેરાવી ત્યારે સાગર રાજા પુછવા, લાગ્યો કે તું આ વિદ્યા ક્યાંથી શીખ્યો ?
ત્યારે એ બોલ્યો “હું આ વિષે કાંઈ નથી. જાણતો રાજા વિક્રમે મને મદદે કરી છે. એમના જ કારણે હું વસુંધરાને પ્રાપ્ત કરી રહ્યો છું.'
સાગર રાજા વિક્રમની પ્રશંસા કરવા લાગ્યો. વસુંધરા જેવી સુંદરી સાથે પોતે લગ્ન ન કરતા રાજકુમારની ઈચ્છા પૂરી કરી એનુ દુઃખ દૂર કરી દીધું.
હે રાજા ભોજ, તેં કદી કોઈનું કષ્ટ દુર કર્યું છે ? કદી કોઈને આવી મદદ કરી છે ? કરી હોય તો આ સિંહાસન પર બેસ, નહીંતર નહી
પ્રભાવતી પોતાની વાત કહીને આકાશમાં ઉડી ગઈ.
૧૧. પદમાવતીની વાર્તા
પદમાવતી રાજા ભોજનો રસ્તો રોકતા બોલી-હે રાજા ભોજ' એક વખત વિક્રમ વેશપલટો કરી નગર ચર્ચા જોવા નિકળ્યો.
અંધારી રાત હતી. રક્ષકો સતર્કતાથી પહેરો ભરતા હતા. આખુ નગર નિરાંતે સુતુ હતું.
વિક્રમ એક શેરીમાંથી પસાર થતો હતો ત્યાંજ એણે ચીસ સાંભળી એ ચીસની દિશામાં દોડી ગયો.
જઈને જોયું તો એક દાનવ જેવો પુરૂષ એક સ્ત્રી પર બળાત્કાર કરવાની કોશિશ કરતો હતો.
સ્ત્રી પૂરી તાકાતથી એનો વિરોધ કરતી ચીસો પાડતી હતી.
'શોભી જા પાપી કોણ છે તું? રાજા વિક્રમના રાજમાં એક અબળા'
પર અત્યાચાર કરવાની તે હિંમત કઈ રીતે કરી ?'
એ કાળો કદરૂપો માણસ વિક્રમ સામે તાકી રહ્યો એનું મુખ ઘણું ડરામણું હતું. એની આંખો માંથી અંગારા વરસતા હતા.
સ્ત્રી ભયથી કાંપતી એક તરફ ઉભી હતી.
વિક્રમે તલવારનો વાર કરવા માટે છલાંગ લગાવી તો એ ખડખડાટ હસી પડતા બોલ્યો-
‘તું મારૂ કાંઈ જ નહીં બગાડી શકે....' વિક્રમ નવાઈમાં પડી ગયો.
ત્યારે રડતી કકળતી સ્ત્રી વિક્રમનો હાથ પકડીને બોલી- ‘તમે એને નહીં જીતી શકો એ રાક્ષસ છે.
કેટલાય દિવસથી મારી પાછળ પડયો છે. મને પરાણે પત્ની બનાવવા આવે છે. ભગવાનની કૃપાથી આજ સુધી બચતી રહી છું.
કોઈને કોઈ મુશ્કેલી ઉભી થતા એ મને છોડી દે છે. થોડી વારમાં એ ચાલ્યો જશે.’ તો પણ તું ક્યાં સુધી બચતી રહીશ ? વિક્રમ બોલ્યો.
વિક્રમે ` તરત તલવાર ખેંચી ત્રાડ પાડી સ્ત્રી પ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
જોત જોતામાં એ ભયાનક મુખ વાળો રાક્ષસ અલોપ થઈ ગયો.
વિક્રમે યુવતીને છાની રાખી અને બધી વાત પૂછી ત્યારે યુવતી બોલી- હું વણિક પુત્રી છું આ મકાન મારા પિતાનું છે.
થોડા દિવસથી આ દાનવ મારી પાછળ પડયો છે. એ આવતાં જ બધાને બેભાન કરી નાખે છે. પછી મને સતાવે છે.
'શું એ રોજ આવે છે. ? 'હા એના આવવા જવાનો સમય નકકી છે. હવે એ કાલે રાતે આવશે.
'સારૂ હું કાલે રાતે આવીશ....’ 'મારા કારણે તું તારા પ્રાણ શા માટે ગુમાવે છે. ?
એ માણસને ચીરીને એનું લોહીં પી જાય છે. કાલે રાતે એક નગર રક્ષક મને બચાવવા આવ્યો તો. આ રાક્ષસે એને મારી નાંખ્યો અને એનું લોહી પી ગયો.”
'તું ચિંતા ના કર અવશ્ય આવીશ રાજા વિક્રમના રાજમાં અબળાની ઈજ્જત પર હાથ નાખવા વાળા જીવતા નથી રહેતા' કહીને રાજા
વિક્રમ પાછો ફર્યો.
બીજા દિવસે વિક્રમ મધરાત પહેલાં જ વણિકના ઘરમાં બેસી ગયો. મધરાત થતાં જ દાનવ આવ્યો અને યુવતીનો હાથ પકડીને છત પર લઈ ગયો.
'આજ તું નહીં બચે. આજ તને બરબાદ કરીશ.” દાનવે ધમકી આપી ! આજ તને કોઈ નહીં બચાવે. આજ હું તને મારી બનાવીશ.
યુવતી ચીસો પાડવા લાગી.
ત્યાંજ વિક્રમ તલવાર લઈને ઘસ્યો પણ દાનવે વિક્રમની તલવાર છીનવીને ફેંકી દીધી. વિક્રમ હિંમત હાર્યા વગર નિઃશસ્ત્ર લડવા લાગ્યો. દાનવ ઘણો શક્તિશાળી હતો.
ભયાનક યુદ્ધ જામ્યું. વિક્રમને લાગ્યું કે આ દાનવને પહોંચી નહીં શકાય, હમણાં આ દાનવ એને મારી નાંખશે.
વિક્રમે વૈતાળને યાદ કર્યો. વૈતાળે તરત દાનવને ઉછાળીને ફેંકી દીધો. દાનવ ગાયબ થઈ ગયો.
'આની સાથે તમારી લડાઈ કઈ રીતે થઈ ગઈ ?” વૈતાળે પૂછયું.
વિક્રમે બધું જણાવી દેતા પુછયું-શું તું આને ઓળખે છે ?”
હા આ વનભૈરવ છે. મહાશકિતશાળી દાનવ છે. એના પ્રાણ એક વનમાં ખજુરના વૃક્ષમાં છે. એ વૃક્ષ ક્રાપો તો આ મરે.'
'તો પછી તુંજ એ વૃક્ષ કાપજે.”
‘સારૂ કાલે તમે એની સાથે યુદ્ધ કરજો. હું એ વૃક્ષ કાપીશ'. વૈતાળ બોલ્યો.'
બીજી રાતે દાનવ આવ્યો. બધાને બેમાન કરી યુવતીને ઘસડીને છત પર લઈ ગયો. પણ ત્યાં વિક્રમને જોતાંજ એણે ત્રાડ પાડી,
*“તું ફરી આવ્યો? આજ નક્કી તારૂ મોત છે.”
‘કોણ મરશે એની તને હમણાં ખબર પડશે.’
કહીને વિક્રમ એની સાથે યુદ્ધ કરવા લાગ્યો. દાનવ .વિક્રમનુ ગળુ દાબી એનું લોહી પીવા ઈચ્છતો હુંતો ત્યાંજ એકાએક એ તરફડવા લાગ્યો.
'હાય મયોૅ…કોઈ મારા પ્રાણ લઈ રહ્યું છે.”
'તારા પાપનું ફળ છે. મારા રાજમાં અબળા પર આવો અત્યાચાર કરનાર જીવતો નથી રહેતો.” વિક્રમ બોલ્યો.
'શું તું રાજા વિક્રમ છે ?' દાનવ આશ્ચર્યથી બોલ્યો. હા....'
તો મારૂ મોત ધન્ય થઈ ગયું. તારા વિષે જેવી વાતો સાંભળી હતી એવોજ તું છે. મારો અપરાધ ક્ષમા કરજે.' એટલુ બોલતા જ દાનવના પ્રાણ ઉડી ગયા.
હે રાજા ભોજ, કોઈ અબળાની ઈજ્જત બચાવવા ખાતર તારા પ્રાણ હોડમાં મુક્યા જેટલી હિંમત તારામાં છે ? જો હોય તોજ તું સિંહાસન પર બેસજે.'
આટલુ કહીને પુતળી આકાશ માર્ગે ઉડી ગઈ.
૧૨ કીર્તિવતીની વાર્તા
બ્રાહ્મણોના સ્વસ્તિ વચન સમાપ્ત થતાં જ રાજા ભોજ સિંહાસન તરફ આગળ વાક્યો તો કીર્તિવતી નામની પુતળીએ એનો રસ્તો રોકતા કહ્યું-હે રાજા ભોજ,
હું તારા રાજમાં એવા સ્વામિ ભક્ત નોકર છે જે પોતાના સ્વામી માટે પ્રાણ આપે? ને છે તો તું આ સિંહાસન પર બેસ.
રાજા વિક્રમે સેવક ના રૂપમાં કેવી સ્વામી ભક્તિ દાખવી એની હું તને વાત કરૂ છું.
એક દિવસ વિક્રેમ દિવસે વેશ પલટો કરી નગરમાં ફરવા નિકળ્યો. ફરતો ફરતો એ એક ચોરા પર આવ્યો અને ત્યાં બેઠેલા માણસો સાથે હોકો પીવા બેસી ગયો.
એણે જાણી જોઈને વિક્રમની જ વાત છેડી તો લોકો: વખાણ કરવા લાગ્યા. વિક્રમ ઘણો દયાળુ અને દાની છે. પ્રજાનો રખેવાળ છે. એવી વાતો થવા લાગી.
ત્યાંજ એક બ્રાહ્મણ ખડખડાટ હસી પડતા બોલ્યો- “તમે બધા કુવાના દેડકા છો. મેં વિક્રમ કરતાંય મોટો દાની જોયો છે. એનું નામ છે સમુદ્રસેન.
હું પોતે એના રાજમાં રહીને આવું છું. એ રોજ સવારે એક લાખ સોનામહોનું દાન કરે છે. પછી જ અન્ન લે છે.’
બ્રાહ્મણની વાતથી બધાને નવાઈ લાગી. વિક્રમ મહેલે પાછો ફયો. વૈતાળનું સ્મરણ કરી એને આજ્ઞા કરી કે મને રાજા સમુદ્રસેનના રાજમાં પહોંચાડી દે.
બૈતાળે તરત આજ્ઞનું પાલન કયું". ત્યાં જઈને વિક્રમે જોયું કે પ્રજા ઘણી સુખી હતી. આખા રાજમાં કોઈને કાંઈજ કષ્ટ ન હતુ.
સમુદ્રસેન રોજ એક લાખ સોનામહોર દાનમાં આપતો. વિક્રમને નવાઈ લાગી કે આની પાસે રોજ એક લાખ સોનામહોર આવે છે ક્યાંથી ?
એનું રહસ્ય જાણવા માટે વિક્રમે રાજાની નોકરી કરવાનું નકકી કર્યું.
એક ચોકમાં ઉસો રહી એ બુમો પાડવા લાગ્યો .નોકર રાખી લો નોકર' લોકો ઊત્સુક થઈને પૂછવા લાગ્યા-શું કામ કરીશ તુ?”
જે કોઈ ન કરે એ હું કરીશ.' ‘શું લઈશ?' રોજ એક હજાર સોનામહોર.’
બાપ રે… તને તો કોઈ રાજા જ નોકર રાખી શકે. અમારૂ ગજુ નહીં. ઉઠીને લોકો રસ્તે. પડતા.
ઉડતી ઉડતી આ વાત રાજાને કાને આવી. તરત એણે વિક્રમને બોલાવી નોકર રાખી લીધો અને પહેરો ભરવાનું કામ સોંપ્યું.
વિક્રમ પહેરો ભરવા લાગ્યો. રાજા રોજ મધરાતે ઉઠીને ક્યાંક જતો: વિક્રમે એનો પીછો કરવાનુ નક્કી કર્યું".
એક રાતે વિક્રમે રાજાનો પીછો કયી. રાજા એક ગુપ્તમાર્ગ દ્વારા મહેલમાંથી નિકળ્યો. પગપાળા ચાલતો નદી કિનારે આવેલા મંદિરમાં ગયો. ત્યાં
દીવો બળતો હતો. મા દુર્ગાની એક ભવ્ય મૂર્તિ હતી. મૂર્તિ સામે એક તેલનો તાવડો ઉકળતો હતો. રાજા એમાં કુદી પડયો અને થોડી જ વારમાં તળાઈ ગયો.
ત્યાંજ એક ડાકણ આવી. એણે. તાવડામાં કાંઈક છાંટયુ તો રાજા સમુદ્રસેન જીવ તો થઇને બહાર આવ્યો. ત્યાંજ દુર્ગાની મૂર્તિના રંગરૂપ બદલાઈ ગયા.
મૂર્તિએ એક લાખ સોનામહોર આપી. એ લઈને રાજા પાછો આવ્યો. વિક્રમને રહસ્ય જાણવાનો સંતોષ થયો.
અને એક રાતે એણે પણ આવુ કરવાનો વિચાર કર્યો. તરત બૈતાળને યાદ કરી પોતાના મનની વાત કરતાં કહ્યું જેને એ ડાકણુ મને જીવતો ન કરે તો તું કરજે.
વૈતાળે હા પાડી. 'બીજી રાતે વિક્રમ એકલો જ મંદિર ગયો અને માતાજીનું નામ લઇને તાવડામાં કુદી પડયો. ત્યાં જ ડાકણ આવી વિક્રમને જીવતો કર્યો.
વિક્રમને પણ એકલાખ સોનામહોર મળી ગઈ. વિક્રમે એ એક તરફ મુકી બીજીવાર તાવડામાં
છલાંગ મારી અને બીજીવાર લાખ સોનામહોર મેળવી. આવુ બાર વખત કરી બારલાખ સોનામહેર મેળવી.
જયાં એ તેરમી વાર કુદવા જતો હતો ત્યાં દેવીએ એનો હાથ પકડી લેતા પૂછયું-
'તું વારંવાર આવુ શા માટે કરે છે.?' ‘ગરીબોને દાન કરવા’*
તો આ થેલીલે આમાંથી સોનામહોર ખુટશે નહીં'. ગરીબોને દાન કરજે બીજા કામ માટે આમાંથી કાંઈ નહીં નીકળે.' દેવી અન્તરધ્યાન થઈ ગયા.
વિક્રમ થેલી અને મુદ્રા લઈને પાછો ફર્યો. થોડીવાર પછી રાજા સમુદ્રસેન આવ્યો આવીને. જોયું તો તાવડો ન મળે કે દેવીની મૂર્તિ ન મળે.
રાજા મુંઝાયો. હવે સોનામહોર લાવવી ક્યાંથી ? - શેનું દાન કરવું ? વિલાપ કરતો રાજા પાછો આવ્યો.
બીજા દિવસે ઢ ઢેરો પીટાવ્યો કે રાજા બીમાર છે. તેથી દાન નહીં થાય દૂર દૂર થી આવેલા લોકો નિરાશ થઈ ગયા.
ખળભળાટ મચી ગયો. પ્રજા ઈશ્વર પાસે રાજાના સ્વાસ્થયની પ્રાર્થના કરવા લાગી આ બધુ જોઈ વિક્રમ રાજા પાછે આવ્યો 'હે રાજા,
હું રોજ તમારી પાસેથી હજાર સોનામહોર લઉં છું
કોઈ ન કરી શકે એવું કામ હું કરૂ છું. આજ સુધી તમે કોઈ કામ ચીંધ્યું નથી. હોય તો કહો 'કામ અશક્ય છે. કરી શકીશ ??"*
'મારી દેવી અલોપ થઈ ગઈ છે. એને શોધી લાવ. ‘તમારે દેવીનું શું કામ છે. ?'
‘મને રોજ એક લાખ સોનામહોર મળતી હતી. હવે દાન શાનુ કરવું ?'
'બસ આટલી જ વાત?' વિક્રમ હસ્યો-'લો આ થેલી દાન કરવા માટે ઈચ્છશો એટલી સોનામહોર મળશે..
: વિક્રમે થેલી રાજાને આપી દીધી 'હે રાજન ! તમે સ્વામી હું સેવક તમારૂ કામ સરળ કરી દેવાનું મારું કર્તવ્ય છે.
રોજ તમે તાવડામાં પડીને મરો જીવતા થાવ. આ ઘણું કષ્ટપ્રદ હતું એનાથી તમને છુટકારો મળી ગયો મેં તમારા માટે થેલી લીધી છે.
રાજા ચકિત થઈ જતાં બોલ્યો- પણ આવું શા માટે કર્યું ?? ત્યારે વિક્રમ બેલ્યો.
રાજા સમુદ્રસેન વિક્રમને ભેટી પડતા બોલ્યો શાબાશ. સ્વામિ ભક્ત સેવક હોય તો તારા જેવો, પણ એક વાત કહે તું સાધારણ માણસ નથી.
સાચું બોલ તું છે કોણ ?' વિક્રમે પોતાનો પરિચય આપ્યો તો રાજા એના પગમાં પડી જતા નોવ્યો-.
‘સૌભાગ્ય હું તો તમારા પગની ધુળ પણ નથી
હે રાજા ભોજ વિક્રમ આવો હતો. તારામાં આવા ગુણ છે ? આટલું કહીને કીર્તિવતી આકાશમાં ઉડી ગઈ.
૧૩. સુનયનાની વાર્તા
જેવો રાજ ભોજ સિંહાસન પર બેસવા માટે આગળ વયો ત્યાંજ એક પુતળી એનો રસ્તો રોકી લેતા બોલી-"મારૂ નામ સુનયના છે.
તે કદી મનુષ્યને એની જરૂરિયાત પ્રમાણે વસ્તુ આપવાનો ન્યાય કર્યો છે?” વિક્રમે આવો ન્યાય કઈ રીતે કયો એની વાત હું તને કહી સંભળાવું છું.
એકવાર વિક્રમ શિકાર કરવા ગયો. સાંજ પડી ગઈ તો એક નદી કિનારે તંબુ તાણી આરામ કરવા લાગ્યો.
એ વખતે નદીના સામા કાંઠે એક મડદું તણાતુ જંતુ હતું. એકાએક એક પિશાચ દેખાયો. એણે મડદાને બહાર એંચી લીધુ અને ઉંચકીને
લઈ જવા લાગ્યો. ત્યાંજ એક યોગીએ તરાપ મારીને એને અટકાવતા કહ્યુ-
‘થોભ મડદુ મારૂ છે. એની સાથે હું ઘણે દુરથી તણાતો આવુ છું. હું એના પર સાધના કરવા ઈચ્છુ છું.’
‘બકવાસ ન કર' પિશાચ બોલ્યો-'એના પર મારો હક છે. હું એને ખાઈશ. સૌથી પહેલા એના પર મારી નજર પડી છે.”
બંન્ને લડવા લાગ્યા. ન યોગી માન્યો ન પિશાય. એટલામાં એક નાવિક ત્યાં આવ્યો. બન્ને ની વાત સાંભળી કહેવા લાગ્યો-
'તમે લોકો નાહક લડો છે. નદી કાંઠે રાજા વિક્રમ છે. એનો ન્યાય જગ પ્રસિદ્ધ છે. એની પાસે જાવ.'
બન્ને વિક્રમ પાસે આવ્યા અને બધી વાત કરી ન્યાય માગ્યો.
વિક્રમ બન્નેની વાત પર વિચાર કરવા લાગ્યા. યોગી માટે સાધના હેતુ મડદુ જરૂરી હતુ. પિશાચની ભુખ સમાવવી જરૂરી હતી. કોના
પક્ષમાં ફેંસલો આપેવ ? વિચાર કરીને વિક્રમ બોલ્યો-'હે પિચાય તમે ભુખ્યા છો ને?'
હા...? ‘તમને કયુ માંસ ભાવે છે ?”
'હે રાજા મને પાડાનું માંસ બહુ ભાવે છે. પિચાશ બોલ્યો.
‘ઠીક્ર છે. હું તમારા માટે પાડાનું માંસ મંગાવી દઉં છું.’
'પણ મડદુ ?' જુવો પિશાચરાજ જે મનુષ્યની જે જરૂરિયાત હોય એને એ મળવું જોઈએ.
તમારી ભૂખ પાડાના માંસથી શમી જશે પણ યોગી માટે પોતાની સાધનામાં મડદુ જરૂરી છે. જેની જે વાસ્તવિક જરૂરિયાત છે.
એને એ અવશ્ય મળવું જોઇએ. પિશાચ માની ગયો. યોગી પ્રસન્ન થઈ ગયો.
પિશાચે પેટ ભરીને પાડાનું માંસ ખાધુ અને યોગી મડદુ ઉઠાવીને ચાલ્યો ગયો.
વિક્રમ નિષ્ચિત થઈ ને સુઈ ગયો નદી કિનારે એક ડાકણ રહેતી હતી. રાતે એ ફરવા નિકળી.
વિક્રમને જોતાં જ એને ભુખ લાગી. તેથી વિક્રમને બેભાન કરી જંગલમાં લઈ ગઈ. ઘણા દિવસે માણસ મળ્યો હતો. તેથી એ ખુશ હતી.
આગ સળગાવી એણે વિક્રમને શેકવાની તૈયારી કરી. વિક્રમ બેભાન હતો. તેથી વૈતાળને યાદ કરી શકતો ન હતો.
ત્યાંજ પેલો પિશાચ આવ્યો અને ડાકણને લાત મારતા ત્રાડ પાડી અરે! પાપણી આ શું કરે છે ? પરદુખભંજનને ખાય છે.?
ડાકણુ ગભરાઈને ભાગી ગઈ.
થોડીવારે વિક્રમ ભાનમાં આવ્યો. બધી વાત જાણી પૂછવા લાગ્યો હે પિશાચ, તેં મને શા માટે મદદ કરી?'
ત્યારે પિશાચ બોલ્યો- હે રાજા, પિશાચ પણ સજજનને સહાયતા કરે છે. દુર્જનને ભગવાન પણ સાથ નથી આપતા.
હે રાજા ભોજ પોતાની ન્યાય પ્રિયતાના કારણે વિક્રમનું નામ ચારે દિશામાં ફેલાઈ ગયું
હતું. તે કદી આવો ન્યાય કર્યો છે?. ને હોય તોજ સિંહાસન પર બેસજે.
આટલું કહીને સુનયના આકાશમાં ઉડી ગઈ
૧૪. મૃગનયનીની વાર્તા
મૃગનયની નામની પુતળી રાજાભોજને કહેવા લાગી.
એકવાર વિક્રમને વિશાળ યજ્ઞ કરવાનું મન થતા દૂરદૂરના વિદ્વાન બ્રાહ્મણોને નિમંત્રણ મોક લાવ્યા.’
એક બ્રાહ્મણે સલાહ આપી 'હે રાજન, આ યજ્ઞમાં દેવી દેવતાને પણ આમંત્રણ આપો. શાસ્ત્રમાં તો દેવતા, ગાંધર્વ, કિન્નર, પિશાચ બધાને નિમંત્રણ આપવાનું લખ્યું છે.'
વિક્રમે બ્રાહ્મણની વાત માની પોતાના એક દુતને મોકલ્યો. દુત બધાને નિમંત્રણ આપી પાછા
ફરવા લાગ્યો ત્યાંજ એને યાદ આવ્યું કે હજુ સમુદ્રદેવ રહી ગયા છે,
એ તરત સમુદ્ર કિનારે ગયો અને વિક્રમનું નિમંત્રણ આપ્યું
વિક્રમનું નામ સાંભળતા જ સાગરદેવ બહાર આવીને બોલ્યા. 'રાજા વિક્રમના આમંત્રણથી હું ઘણો ખુશ થયો છું.
પણ મારાથી આવી ન શકાય. હું આવુ તો રાજા વિક્રમનું રાજ અને રસ્તાનું બધુંજ પાણીમાં ડુબી જાય' આટલું કહીને સાગરદેવ દુતને એક શંખ આપતા કહ્યુ- “આ સંકટહરણ શંખ છે.
સંકટ પડતાં જ આ શંખને ફુંક મારવી. -સંકટ તત્કાળ ટળી જશે.. દુત પાછો આવ્યો પણ એણે શંખ પોતાની પાસે જ રાખી લીધો.
વિક્રમે યજ્ઞનો, આરંભ કર્યો તો દેવલોકમાં ખળભળાટ મચી ગયો. ઇન્દ્ર ગભરાયો. કદાચ વિક્રમ એનું સ્થાન લઈ લેતો ?
એણે બારે મેઘને બોલાવીને કહ્યું કે યજ્ઞસ્થળને ડુબાડી દે.
આજ્ઞા થતાં જ બારે મેઘ તુટી પડયા. જોત જોતામાં બધું ડુબવા લાગ્યું.
વિક્રમ ના દુતને પેલો શંખ યાદ આવ્યો એણે જોરથી શંખ ફુક્યો તો વરસાદ થંભી ગયો. પળવારમાં બધું સુકાઈ ગયું.
ઈન્દ્ર પરેશાન થઈ ગયો એણે આંધી-તુફાનને બોલાવી આક્રમણ કરવાની આજ્ઞા આપી.
તત્કાળ આંધી ઉપડી પણ દુતે શંખ કુંકતા જ આંધી તોફાનને ભાગવું પડયું.
હવે તો ઈન્દ્ર ઘણો જ ગમરાયો. બળના બદલે કળ-થી કામ લેવા વિચાર્યું સ્વર્ગની સર્વ શ્રોષ્ઠ અ પ્સરા ઉર્વશીને શંખ લઈ આવવાની આજ્ઞા કરી.
ઉર્વશી પૃથ્વીલોક પર આવી એના રુપ યૌવન જોઈ દુત અંજાઈ ગયો.
એ દુત પાસે પ્રણય નિવેદન કરવા લાગી. દુત ચુપ હતો.
ઉર્વશી આગળ વધવા લાગી તો દુત બોલ્યો 'અરે કોમળાંગી અમારા રાજમાં આવું અનૈતિક આચરણ કોઈ નથી કરતું.’
ઉર્વશી નિરાશ થઈને પાછી આવી. ઈન્દ્રના ગભરાટનો પાર ન રહ્યો અચાનક
એને એક યુકિત સુઝી. તરત એ બ્રાહ્મણનું રૂપ ધરી વિક્રમ પાસે આવ્યો અને કહેવા લાગ્યો-
'હે રાજા દાન લેવા આવ્યો છે . વચન આપો તો માગુ.’
વિક્રમે વચન આપ્યું તો ઈન્દ્ર બોલ્યો. “આ ચજ્ઞનું બધુ ફળ મને દાનમાં આપી દો.
‘આપ્યું” વિક્રમ બોલ્યો. વિક્રમની આ દાનવીરતા અને ઉદારતાને ઈન્દ્ર પર એટલો બધો પ્રભાવ પડ્યો કે એણે તત્કાળ બ્રાહ્મણનું રૂપ ત્યાગી પોતાનું અસલ રૂપ ધારણ કર્યું
અને વિક્રમના ખુબ વખાણ કરી બધી વાત કહી સંભળાવી
વિક્રમે પોતાના દુતને બોલાવી શંખ વિષે પૂછયું તો દુત બોલ્યો.—
'હે અન્નદાતા, હું તમારો સેવક છું. તમારા પર સંક્રેટ આવે તો એ મારા પર જ આવ્યું ગણાય, લો આ શંખ.....
વિક્રમે શંખ દુતને જ ભેટ આપી દીધો.
ત્યાર બાદ વિક્રમના રાજમાં કદી અતિવૃષ્ટિ ન થઈ. કદી દુષ્કાળ ન પડ્યો.
હે રાજા ભોજ, વિક્રમનો એક પણ ગુણ તારામાં છે? જો હોય તો જ તું આ સિંહાસન પર બેરાજે.
આટલું કહીને મૃગનયની વ્યંગભરી નજરે રાજા ભોજને નિહાળતી આકાશમાં ઉડી ગઈ.
આગળની પુતળી ની વાતાૅ માટે અહીં ક્લીક કરો.>>>@
પાછળ ની પુતળી ની વાતાૅ માટે અહીં ક્લીક કરો.>>>@
No comments:
Post a Comment